શોધખોળ કરો

IND vs AUS, 4th Test, Day 2 : બીજા દિવસની રમત પૂર્ણ, ભારત 36/0, ઓસ્ટ્રેલિયાથી 444 રન પાછળ

Border-Gavaskar Trophy: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટનો આજે બીજો દિવસ છે.

LIVE

Key Events
IND vs AUS, 4th Test, Day 2 : બીજા દિવસની રમત પૂર્ણ, ભારત 36/0, ઓસ્ટ્રેલિયાથી 444 રન પાછળ

Background

IND vs AUS, 4th Test, Day 2 Updates: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટનો આજે બીજો દિવસ છે. ભારતની નજર ઓસ્ટ્રેલિયાને જેમ બને તેમ જલદી ઓલઆઉટ કરવા પર રહેશે. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 104 રને અને કેમરૂન ગ્રીન  49 રને રમતમાં હતા.

પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગનો ફેંસલો કર્યો

મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગનો ફેંસલો કર્યો હતો. પ્રથમ દિવસના અંતે ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટના નુકસાન પર 255 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજા 104 રન અને કેમરૂન ગ્રીન 49 રને રમતમાં હતા. ભારત તરફથી શમીને 2, જાડેજા અને અશ્વિનને 1-1 સફળતા મળી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે મજબૂત શરૂઆત કરી હતી. ટ્રેવિડ હેડ (32 રન) અને ઉસ્માન ખ્વાજાએ પ્રથમ વિકેટ માટે 61 રનની પાર્ટનરશિપ કરી હતી. અશ્વિને હેડને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. માર્નસ લાબુશેન 3 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો. જે બાદ સ્ટીવ સ્મિથ (38 રન) અને ઉસ્માન ખ્વાજાએ ત્રીજી વિકેટ માટે 79 રનની પાર્ટનરશિપ કરી હતી. પિટર હેંડસકોમ્બ 17 રન બનાવી શમીની ઓવરમાં બોલ્ડ થયો હતો. 

ચોથી ટેસ્ટ માટેની ભારતીય ટીમ - 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ, અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ.

ચોથી ટેસ્ટ માટેની ઓસ્ટ્રેલિયન ટીમ - 

ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), પીટર હેન્ડસ્કૉમ્બ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટૉડ મર્ફી, મેથ્યૂ કૂહેનમેન, નાથન લિયૉન.

સીરિઝમાં ભારત 2-1થી આગળ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વાત કરીએ તો ભારતીય ટીમ હાલમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ નાગપુર અને દિલ્હી ટેસ્ટમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જો કે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ રીતે ભારતીય ટીમ 4 ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-1થી આગળ છે. આ સાથે જ ઈશાન કિશન અમદાવાદમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે. જો ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવે તો કેએસ ભરતને બહાર બેસવું પડી શકે છે. વાસ્તવમાં કેએસ ભરતે આ શ્રેણીમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહીં.

17:02 PM (IST)  •  10 Mar 2023

IND vs AUS, 4th Test : બીજા દિવસની રમત પૂર્ણ

India vs Australia 4th Test: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ભારતે બીજા દિવસના અંતે વિના વિકેટે 36 રન બનાવી લીધા છે. શુભમન ગિલ 18 અને રોહિત શર્મા 17 રને રમતમાં છે. ભારત ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઈનિંગના સ્કોરથી હજુ 444 રન પાછળ છે.

15:53 PM (IST)  •  10 Mar 2023

IND vs AUS Live: 9મી વિકેટ માટે 70 રનની ભાગીદારી

India vs Australia 4th Test, 2nd Day Live:165.3 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9 વિકેટના નુકસાન પર 479 રન છે. નાથન લાયન 33 રને રમતમાં છે. મર્ફી 41 રન બનાવી આઉટ થયો. અશ્વિને 5મી વિકેટ લીધી. 9મી વિકેટ માટે લાયન અને મર્ફીએ 70 રનની પાર્ટનરશિપ કરી.

15:21 PM (IST)  •  10 Mar 2023

IND vs AUS Live: ઓસ્ટ્રેલિયા 450 રનને પાર

India vs Australia 4th Test, 2nd Day Live:158 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 452 રન છે. નાથન લાયન 20 રને અને ટોર મર્ફી 28 રને રમતમાં છે. 9મી વિકેટ માટે બંને 42 રનની પાર્ટનરશિપ કરી ચુક્યા છે.

14:54 PM (IST)  •  10 Mar 2023

IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટ ગુમાવીને 417 રન બનાવ્યા

IND vs AUS 4th Live Score: ઓસ્ટ્રેલિયાએ 150 ઓવર પછી 8 વિકેટ ગુમાવીને 417 રન બનાવ્યા. નાથન લિયોન 10 રન બનાવીને રમી રહ્યો છે. બીજા છેડે ટોડ મર્ફી છે. તે 4 રન બનાવીને રમી રહ્યો છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nitin Patel | ‘મે ક્યાં કરુંગા સમજલો....’ નીતિન પટેલની ધમકી | Abp Asmita | 2-10-2024Israel-Iran war| ઈરાન પર મિસાઈલ અટેક, ઈઝરાયલએ વરસાવી 200થી વધુ મિસાઈલ | Abp AsmitaDelhi PM Modi | સ્વચ્છતા અભિયાનને લઈને પીએમ મોદીએ શું આપ્યું મોટું નિવેદનIsrael Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ટેન્ક લઇને લેબનાનમાં આટલા કિમી અંદર ઘૂસી ઇઝરાયલની સેના, 10 લાખ લોકો થયા બેઘર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Embed widget