શોધખોળ કરો

Watch: ઓસ્ટ્રેલિયા ચોથા દિવસે ઓલઆઉટ થવાને આરે જ હતી પછી અચાનક બાજી પલટી ગઈ અને....

IND vs AUS 4th Test Day 4: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્ન ટેસ્ટના ચોથા દિવસે જસપ્રીત બુમરાહે કાંગારૂ ટીમની છેલ્લી વિકેટ લીધી હતી, પરંતુ પછી અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ.

IND vs AUS 4th Test Day 4 Jasprit Bumrah No Ball: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી મેલબોર્ન ટેસ્ટનો ચોથો દિવસ ખૂબ જ નાટકીય રહ્યો. એક તરફ ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ક્રિઝ પર ન રહેવા દીધા અને બીજી તરફ કાંગારૂ ટીમના ટેલ એન્ડર્સે ભારતીય બોલરોને પરેશાન કરી દીધા. દિવસની છેલ્લી ઓવરમાં બુમરાહે લિયોનને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને ઓલઆઉટ કરી દીધું હતું, પરંતુ અચાનક બાજી એવી પલટી કે કે સમગ્ર ભારતીય કેમ્પ ઉદાસ થઈ ગયો.

તમને જણાવી દઈએ કે ભારતે ઓસ્ટ્રેલિયાની 9મી વિકેટ 65મી ઓવરમાં 173 રનમાં લીધી હતી, પરંતુ ત્યારબાદ 82મી ઓવર બાદ દિવસની રમત સમાપ્ત થઈ ગઈ હતી અને ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ થઈ નહોતી. લિયોન અને બોલેન્ડે છેલ્લી એટલે કે 10મી વિકેટ માટે 55* (110 બોલ)ની ભાગીદારી કરી, જેણે ભારતીય બોલરોને સૌથી વધુ પરેશાન કર્યા.

છેલ્લી ઓવરમાં બાજી પટલાઈ ગઈ

ભારત તરફથી ચોથા દિવસની છેલ્લી ઓવર જસપ્રિત બુમરાહે ફેંકી હતી. બુમરાહે ઓવરના ચોથા બોલ પર નાથન લિયોનને સ્લિપ દ્વારા આઉટ કર્યો હતો. વિકેટ પડ્યા બાદ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાના ઓલઆઉટ થવાની ઉજવણી કરી હતી. આ દરમિયાન અમ્પાયર તરફથી નો બોલનો સંકેત મળ્યો, જેને જોઈને સમગ્ર ભારતીય કેમ્પ ઉદાસ થઈ ગયો. આ રીતે ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથા દિવસે ઓલઆઉટ થઈ શકી નહોતી.

ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં

બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવતા ઓસ્ટ્રેલિયાએ 173 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ ક્રિઝ પર હાજર હતા. અહીંથી એવું લાગી રહ્યું હતું કે કાંગારૂ ટીમ 200 રન સુધી પહોંચી શકશે નહીં. પરંતુ લિયોન અને બોલેન્ડની જોડીએ શાનદાર ઇનિંગ રમીને ટીમને 228/9 રનના સ્કોર પર મૂકી દીધા હતા. દિવસના અંત સુધીમાં લિયોન 41 રન અને બોલેન્ડ 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. દિવસના અંત સુધીમાં જસપ્રીત બુમરાહે ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો....

IND vs AUS: શું રોહિત શર્મા ખરેખર નિવૃત્ત થવા જઈ રહ્યો છે? BCCIએ આપ્યું મોટું અપડેટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget