Virat Kohli Century: 1204 દિવસ બાદ વિરાટની સદી, ટેસ્ટમાં ફટકારી પોતાની 28મી સેન્ચૂરી
છેલ્લે 2019માં 23 નવેમ્બરના દિવસે વિરાટ કોહલીએ કોલકત્તામાં બાંગ્લાદેશ વિરુ્દ્ધ ટેસ્ટ રમાયેલી ડે નાઇટ ટેસ્ટમાં સેન્ચૂરી ફટકારી હતી.
IND vs AUS: ભારતીય ટીમના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની બેટિંગનો દમ બતાવ્યો છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાં પોતાની 23મી સદી ફટકારી દીધી છે. હાલમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની અમદાવાદ ટેસ્ટમાં આ સદી પુરી કરી છે. વિરાટે 23 નવેમ્બર, 2019 માં છેલ્લે ટેસ્ટ સદી ફટકારી હતી, ત્યારબાદથી તે ટેસ્ટમાં ક્યારેય સદી ફટકારવામાં સફળ ન હતો થઇ શક્યો. જોકે, છેવટે આજે તેના બેટમાંથી સદી નીકળી છે.
છેલ્લે 2019માં 23 નવેમ્બરના દિવસે વિરાટ કોહલીએ કોલકત્તામાં બાંગ્લાદેશ વિરુ્દ્ધ ટેસ્ટ રમાયેલી ડે નાઇટ ટેસ્ટમાં સેન્ચૂરી ફટકારી હતી. તે વાતને અત્યારે 3 વર્ષ, 3 મહિના અને 17 દિવસ થઇ ગયા છે, આટલો લાંબો ઇન્તજાર કર્યા બાદ વિરાટે ફરી એકવાર સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અત્યારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની અંતિમ અને ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે.
The Man. The Celebration.
Take a bow, @imVkohli 💯🫡#INDvAUS #TeamIndia pic.twitter.com/QrL8qbj6s9— BCCI (@BCCI) March 12, 2023
વિરાટ કોહલીનું 28મી ટેસ્ટ શતક -
વિરાટ કોહલીની આ ટેસ્ટ ક્રિકેટમાં 28મી સદી છે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે 7મી વાર ત્રણ અંકોના સ્કૉર સુધી પહોંચ્યો છે. ચોથા દિવસે વિરાટે 241 બૉલમાં પોતાની સદી પુરી કરી, આ દરમિયાન તેને માત્ર 5 જ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત તેને તમામ રન દોડીને લીધા હતા.
વિરાટ કોહલીની આ સદી ત્રણ વર્ષ બાદ અને 41 ઇનિંગના ઇન્તજાર બાદ આવી હતી. વિરાટે પોતાની 27મી સદી અને 28મી સદી વચ્ચે કુલ 41 ઇનિંગ રમી હતી, આ પછી તેને સદી ઠોકી હતી. જોકે, આ પહેલા તેને અફઘાનિસ્તાન વિરુ્દ્ધ ટી20માં અને બાંગ્લાદેશ વિરુદ્ધ વનડેમાં સદી ફટકારી હતી. આ વર્ષની શરૂઆતમાં શ્રીલંકા વિરુદ્ધ વિરાટે વનડેમાં બે સેન્ચૂરી ઠોકી હતી.
𝟏𝟎𝟎 𝐟𝐨𝐫 𝐊𝐢𝐧𝐠 𝐊𝐨𝐡𝐥𝐢 👑⚡️#INDvAUS #TeamIndia pic.twitter.com/UXGl32n3WL
— BCCI (@BCCI) March 12, 2023
CENTURY for @imVkohli 🫡🫡
— BCCI (@BCCI) March 12, 2023
He's battled the heat out here and comes on top with a fine 💯, his 28th in Test cricket. #INDvAUS #TeamIndia pic.twitter.com/i1nRm6syqc
This Celebration 🥳🎉#ViratKohli @imVkohli pic.twitter.com/bWOwL3ULBv
— Thyview (@Thyview) March 12, 2023
Highest score for Virat Kohli in Tests since November 2019. pic.twitter.com/Xz7R4msLBN
— Johns. (@CricCrazyJohns) March 12, 2023