IND vs AUS Final: હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમને પાઠવી શુભકામના, જાણો શું કહ્યું
World Cup 2023 Final: આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ની ફાઇનલ રમાવા જઈ રહી છે.
ICC Cricket World Cup 2023 Final: ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચ રમાશે. ઐતિહાસિક મેચના સાક્ષી બનવા વહેલી સવારથી અનેક દર્શકો સ્ટેડિયમ પહોંચી ગયા છે. દુર દુરના પ્રદેશોના દર્શકો અને ટીમ ઈન્ડિયાના સમર્થકોથી સાબરમતી અને મોટેરા વિસ્તારમાં જ્યાં નજર પડે ત્યાં દુર દુર સુધી બ્લ્યુ રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વર્લ્ડકપમાં ઈજાના કારણે ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયેલા ગુજરાતી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ ટીમને શુભકામના પાઠવી છે. તેણે કહ્યું બેસ્ટ ઑફ લક ટીમ ઇન્ડિયા.
🇮🇳❤️ pic.twitter.com/wvo9c5MUpn
— hardik pandya (@hardikpandya7) November 18, 2023
આજે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ની ફાઇનલ રમાવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર આવેલી નાની મોટી દુકાનમાં જેટલા પણ પ્રેક્ષકો આવતા હોય તેમના માટે માલ સામાન રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં માલ સામાન માટે 25 થી 30 રૂપિયા રાખવામાં આવ્યો હતો... સ્ટેડિયમમાં અમુક વસ્તુઓ પ્રતિબંધિત હોવાના કારણે લોકો પોતાનો માલ સામાન સ્ટેડિયમની સામે આવેલી દુકાનમાં રાખતા હોય છે ત્યારે આ દુકાનદારો પણ વ્યાપારનો આ એક નવો માર્ગ શોધી લીધો છે. આ વખતે માલ સામાન મૂકવામાં ₹ 20 નો વધારો કરીને પચાસ રૂપિયા થઈ ગયો છે. ભારત ફાઇનલમાં આવતા નાના વેપારીઓમાં પણ ઉત્સાહનો માહોલ છે. કારણ કે આ સ્ટેડિયમ દોઢ લાખનું કેપેસિટી ધરાવતું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે ત્યારે દોઢ લાખથી વધુ લોકો આ સ્ટેડિયમમાં આવશે અને આ વેપારીઓ કમાણી કરશે.
2003ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો લેવાની તક
ભારત આમ જુઓ તો વર્લ્ડ કપની ફાઈનલમાં જ 12 વર્ષ પછી પ્રવેશ્યું છે. 2011ના વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં શ્રીલંકાને પરાજય આપી વર્લ્ડ કપ જીત્યો હતો. તે અગાઉ છેક 2003માં ભારત ફાઈનલમાં પ્રવેશ્યું હતું પણ જોગાનુજોગ ઓસ્ટ્રેલિયા સામે જ હાર્યું હતું. હવે ભારતને બદલો લેવાની તક છે.
ભારતના વિજય માટે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં કરવામાં આવી પૂજા
વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમની જીત બદલ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ કહ્યું, 'આજે અમે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચ માટે પ્રાર્થના કરી હતી. અમે ઇચ્છીએ છીએ કે ભારત રમતગમતના ક્ષેત્ર સહિત દરેક ક્ષેત્રમાં વિશ્વ અગ્રેસર બને. અમને આશા છે કે ભારત આજની અંતિમ મેચ જીતશે.