IND vs AUS Final: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલાને લઈ અમદાવાદમાં આ રસ્તાઓ પર અવર-જવર પ્રતિબંધ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. જેને લઈને અમદાવાદ સહિત દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે. જેને લઈને અમદાવાદ સહિત દેશભરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં આ ફાઇનલ મેચને લઈ અમદાવાદ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં આ મહામુકાબલાને લઈ સ્ટેડિયમની નજીકના અનેક રસ્તાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ' મોટેરા, સાબરમતી ખાતે ICC CRICKET WORLD CUP - 2023 ની કૂલ ૫-મેચો રમાનાર હોય જે મેચો દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે.@sanghaviharsh @GujaratPolice pic.twitter.com/tGoJDukXqm
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 17, 2023
નરેંદ્ર મોદી સ્ટેડિયમ નજીકના અનેક રસ્તાઓ પર વાહનવ્યવ્હાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ અવર-જવર પર પ્રતિબંધ છે. કૃપા રેસિડેન્સીથી લઈ મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ અવર-જવર પર પ્રતિબંધ રહેશે. સવારે 11થી લઈને રાત્રે 12 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1 લાખથી વધુ દર્શકો સહિત ઘણા બધા રાજનેતાઓ, સેલેબ્સ હાજર રહેવાની હોવાથી અત્યારથી જ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સ્ટેડિયમમાં 1 IG, 20 ACP, 145 PSI અને 13 DCP સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે. સ્ટેડિયમમાં અંદાજે 4 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આ દરમિયાન શહેરમાં 4 IGP, 27 ACP, 230 PSI તૈનાત રહેશે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થામાં 1 IGP, 11 ACP, 36 PSI સુરક્ષામાં તૈનાત રહેશે. શહેરના રસ્તાઓ પર કુલ 5 હજાર પોલીસકર્મીઓ તૈનાત હશે.
આ મેચ દરમિયાન અમદાવાદ પોલીસ દ્વારા કેટલાક રસ્તાઓ પર વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આવતીકાલે રમાનારી વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સમીક્ષા કરી હતી.
અમદાવાદમાં રવિવારે કેવું રહેશે હવામાન?
ભારત અને ઓસ્ટ્રેલિયાને સંયુક્ત રીતે વિજેતા ક્યારે જાહેર કરી શકાય?
આઈસીસીના નિયમો અનુસાર, જો ફાઈનલ મેચ નિર્ધારિત તારીખે ન થઈ શકે તો તે રિઝર્વ ડે પર રમાશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ પડે અને મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2002ની ફાઈનલ મેચમાં આ જોવા મળ્યું હતું. ભારત અને શ્રીલંકાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. રસપ્રદ વાત એ છે કે વર્લ્ડ કપના 48 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ફાઈનલ મેચ રિઝર્વ ડે સુધી પહોંચી નથી.