IND vs AUS Final: ભારતને નથી મળ્યો ધોની જેવો કોઇ બીજો કેપ્ટન, રોહિત-કોહલી પણ ના જીતાડી શક્યા એકપણ ICC ટ્રૉફી
ગઇકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ અને આ મેચમાં ફરી એકવાર ભારતીય ચાહકોના દિલ તૂટી ગયા
![IND vs AUS Final: ભારતને નથી મળ્યો ધોની જેવો કોઇ બીજો કેપ્ટન, રોહિત-કોહલી પણ ના જીતાડી શક્યા એકપણ ICC ટ્રૉફી IND vs AUS Final: rohit sharma virat kohli failed apart from ms dhoni in icc tournaments news IND vs AUS Final: ભારતને નથી મળ્યો ધોની જેવો કોઇ બીજો કેપ્ટન, રોહિત-કોહલી પણ ના જીતાડી શક્યા એકપણ ICC ટ્રૉફી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/20/937997ba856f0b076b13e021cc915d73170045910992377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rohit Sharma & Virat Kohli: ગઇકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાઇ અને આ મેચમાં ફરી એકવાર ભારતીય ચાહકોના દિલ તૂટી ગયા. સમગ્ર વિશ્વકપ દરમિયાન શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઈન્ડિયાને ખિતાબી મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે ભારતીય ટીમનું ICC ટૂર્નામેન્ટ જીતવાનું સપનું અધૂરું રહી ગયું. ખરેખરમાં, ભારતીય ટીમ લગભગ 10 વર્ષથી ICC ટ્રૉફી જીતવામાં સફળ રહી નથી. ટીમ ઈન્ડિયાએ છેલ્લી વખત આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ વર્ષ 2013માં જીત્યો હતો. તે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા, પરંતુ ત્યારપછી ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટની સેમી ફાઈનલ અને ફાઈનલ મેચોમાં સતત હારતી રહી છે.
આઇસીસી ટૂર્નામેન્ટમાં માહી જોવો કોઇ નહીં....
વિરાટ કોહલી બાદ રોહિત શર્મા પણ ICC ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની હારનો સ્પેલ તોડી શક્યો નથી, પરંતુ તે ICC ટૂર્નામેન્ટમાં સૌથી સફળ કેપ્ટન તરીકે ઉભરી આવ્યો હતો, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સફળતાનું પુનરાવર્તન કરી શક્યા નથી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2007 જીત્યો હતો, 28 વર્ષની લાંબી રાહ બાદ ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડકપ 2011 જીત્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે વર્ષ 2013માં ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. T20 વર્લ્ડકપ, ODI વર્લ્ડકપ અને ચેમ્પિયન્સ ટ્રૉફી જીતનાર મહેન્દ્ર સિંહ ધોની એકમાત્ર કેપ્ટન છે.
વિરાટ કોહલી બાદ રોહિત શર્મા આવ્યો પરંતુ....
મહેન્દ્ર સિંહ ધોની બાદ વિરાટ કોહલીએ ભારતીય ટીમની કમાન સંભાળી, પરંતુ આ ટીમ ICC ટાઇટલથી દૂર રહી. વિરાટ કોહલીની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2017 અને ODI વર્લ્ડકપ 2019 હારી ગઈ હતી. આ ઉપરાંત વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમ ટી-20 વર્લ્ડકપમાં પણ સફળતા મેળવી શકી નથી. આ પછી ભારતીય ચાહકોને રોહિત શર્મા પાસેથી અપેક્ષાઓ હતી. રોહિત શર્માએ ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના પરાક્રમનું પુનરાવર્તન ન કરી શક્યો. આ પહેલા રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગઈ હતી. વળી, હવે તે વર્લ્ડકપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું છે. આ રીતે ભારતીય ટીમનો લગભગ 10 વર્ષથી ICC ટૂર્નામેન્ટ ન જીતવાનો દુષ્કાળ ખતમ થયો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)