શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માએ બનાવ્યો નવો રેકોર્ડ, ઓસ્ટ્રેલિયા સામે છગ્ગો ફટકારીને હાંસલ કરી ખાસ ઉપલબ્ધિ
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયન ધરતી પર 100 છગ્ગા પુરા કર્યા છે, અને તે ઓસ્ટ્રેલિયા સામે આમ કરનારો પહેલો બેટ્સમેન બની ગયો છે
નવી દિલ્હીઃ બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં રમાઇ રહી છે. રમના બીજા દિવસે ઇન્ડિયાને રોહિત શર્મા અને શુભમન ગીલે સારી શરૂઆત અપાવવામાં સફળ રહ્યાં. જોકે રોહિત શર્મા 26 રન જ બનાવી શક્યો અને બાદમાં આઉટ થઇ ગયો હતો. આઉટ થતા પહેલા રોહિતે એક નવો કીર્તિમાન પોતાના નામે કરી લીધો છે.
રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયન ધરતી પર 100 છગ્ગા પુરા કર્યા છે, અને તે ઓસ્ટ્રેલિયા સામે આમ કરનારો પહેલો બેટ્સમેન બની ગયો છે. ઇંગ્લેન્ડના ઇયોન મોર્ગન 63 છગ્ગા સાથે આ લિસ્ટમાં બીજા નંબર પર છે. રોહિતે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 424 છગ્ગા ફટકાર્યા છે.
સ્મિથે ભારત વિરુદ્ધ આઠમી સદી ફટકારી....
સ્ટીવ સ્મિથે ત્રીજી ટેસ્ટમાં શાનદાર બેટિંગ કરતા 131 રનની ઇનિંગ રમી. સ્મિથની સદીના સહારે ઓસ્ટ્રેલિયન ટીમ 338 રન સુધી પહોંચી શકી હતી. સ્ટીવ સ્મિથે આ સદીની સાથે ફરી એકવાર સાબિત કરી દીધુ કે હાલના સમયનો કેમ બેસ્ટ ટેસ્ટ બેટ્સમેન છે.
સ્ટીવ સ્મિથ ભારત વિરુદ્ધ સૌથી ઝડપથી સૌથી વધુ 8 સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. સ્મિથે સિડનીમાં ચાલુ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં પોતાની કેરિયરની 27મી સદી પુરી કરી હતી. આ ભારતની વિરુદ્ધ તેની આઠમી સદી છે, અને આ માટે સ્મિથે સૌથી ઓછી 25 ઇનિંગ રમી છે.
આ પહેલા સૌથી ઓછી ઇનિંગમાં ભારત સામે 8 સદી ફટકારવાનો રેકોર્ડ સર ગૈરી સોબર્સના નામે હતો. સોબર્સે 30 ઇનિંગમાં આ કારનામુ કર્યુ હતુ. આ ક્રમમાં ત્રીજા નંબર પર વેસ્ટ ઇન્ડિઝના જ એક દિગ્ગજ સર વિવિચન રિચર્ડસનુ નામ છે. વિવે 8 સદી ફટકારવા માટે 41 ઇનિંગ લીધી હતી. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયન પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ છે, જેને 51 ઇનિંગમાં ભારત વિરુદ્ધ 8 સદી ફટકારી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement
gujarati.abplive.com
Opinion