શોધખોળ કરો
Advertisement
બીજી ટેસ્ટમાં આબરુ બચાવવા ભારતે આ બે વિસ્ફોટક બેટ્સમેનોને કાંગારુ સામે ઉતારવાની કરી તૈયારી, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલી પત્ની અનુષ્કાના પહેલા બાળકના જન્મને લઇને ભારત પરત ફરવાનો છે, અને સ્ટાર બૉલર મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયો છે, જેથી આ બે સ્ટાર બૉક્સિંગ ડે ટેસ્ટ નહીં રમે
નવી દિલ્હીઃ ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટમાં કારમી હારનો સામનો કર્યો બાદ ખુબ દબાણમાં આવી ગઇ છે. આ દબાણમાંથી બચવા અને બીજી ટેસ્ટમાં જીત મેળવવાની કોશિશ કરવા માટે કેટલાક ફેરફારો કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ છે કે ટીમ ઇન્ડિયામાં બે ફેરફારો થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે કેપ્ટન કોહલી પત્ની અનુષ્કાના પહેલા બાળકના જન્મને લઇને ભારત પરત ફરવાનો છે, અને સ્ટાર બૉલર મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયો છે, જેથી આ બે સ્ટાર બૉક્સિંગ ડે ટેસ્ટ નહીં રમે.
રિપોર્ટ છે કે બૉક્સિંગ ડે ટેસ્ટમાં ભારતીય ટીમમાં જગ્યા મળી હોવા છતાં ઓપનર તરીકે ફેઇલ જનારા પૃથ્વી શૉને છુટ્ટી નક્કી છે, આની જગ્યાએ યુવા બેટ્સમેન શુભમન ગિલને મોકો મળી શકે છે.
આ ઉપરાંત ટીમ મેનેજમેન્ટ વિકેટકીપર બેટ્સમેને રિદ્ધીમાન સાહાને પણ બહાર કરી શકે છે, તેની જગ્યાએ પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારનારા ઋષભ પંતને સ્થાન આપવામાં આવી શકે. માની શકાય કે હનુમા વિહારીની જગ્યાએ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. જોકે ઇજાગ્રસ્ત જાડેજાની ફિટનેસને લઇને હજુ સુધી કોઇ અપડેટ સામે આવ્યુ નથી. આમ બૉક્સિંગ ડે ટેસ્ટમાં ટીમ મેનેજમેન્ટ મોટા ફેરફારો કરવાનુ વિચારી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion