T20: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી ટી20, જાણો કેટલા વાગે ને કઇ ચેનલ પરથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની આ બીજી મેચ 23 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે રમાશે. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.
IND vs AUS Live Telecast Details: ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ હારી ગઈ છે. હવે બીજી મેચમાં તે જોરદાર વાપસી કરવાનો પ્રયાસ કરશે. આગામી મેચ ટીમ ઈન્ડિયા માટે 'કરો યા મરો'ની હશે. જો ભારતીય ટીમ આ મેચ પણ હારી જશે તો સીરિઝ ઓસ્ટ્રેલિયા જીતી જશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. ઓસ્ટ્રેલિયા આ મેચ જીતીને સીરિઝમાં અજેય લીડ લેવાનો પ્રયાસ કરશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20 શ્રેણીની આ બીજી મેચ 23 સપ્ટેમ્બરે સાંજે 7 વાગ્યે રમાશે. આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર કરવામાં આવશે. આ સાથે આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડ -
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ છે. આમાં ભારતનુ પલડુ ભારે રહ્યું છે, ભારતે 13 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ માત્ર 10 મેચોમાં જ જીત હાંસલ કરી છે. જોકે, એક મેચ પરિણામ વિનાની રહી છે.
પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર થશે ?
મોહાલીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ઓસ્ટ્રેલિયાની આખી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં તેની ટીમમાં કોઈપણ ફેરફારનો અવકાશ નહિવત છે. અહીં ટીમ ઈન્ડિયામાં એક ફેરફાર નિશ્ચિત માનવામાં આવે છે. ઉમેશ યાદવની જગ્યાએ જસપ્રીત બુમરાહ પ્લેઇંગ-11માં જોવા મળી શકે છે.
આવી હશે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય ટીમ- રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.
ઓસ્ટ્રેલિયન ટીમ - એરોન ફિન્ચ (કેપ્ટન), જૉસ ઇંગલિસ, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેથ્યૂ વેડ (વિકેટકીપર), ટિમ ડેવિડ, કેમરુન ગ્રીન, એડમ જામ્પા, પેટ કમિન્સ, જૉસ હેઝલવુડ, નાથન એલિસ.
નાગપુર ત્રણ વર્ષમાં તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરી રહ્યું છે અને ક્રિકેટ ચાહકોએ મિનિટોમાં જ ઓનલાઈન ટિકિટ ખરીદી લીધી હતી. તેમ છતાં શહેરના VCA ના OID સ્ટેડિયમમાં લોકો હજુ પણ ફોન કરીને પૂછી રહ્યા છે કે શું ટિકિટ ઑફલાઇન ઉપલબ્ધ છે. સ્ટેડિયમ શહેરથી 20 કિમીથી વધુ દૂર છે અને VCA પોતાના વાહનો લઈને આવતા દર્શકો માટે પાર્કિંગની જગ્યા પૂરી પાડવા બાબતે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે.