શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલીએ ખુદ કબુલ્યુ કે આ વખતે ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા ભારતને નહીં ટકવા દે, જાણો કેમ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યુ છે કે ટેસ્ટ સીરીઝમાં આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ તેમને જબરદસ્ત ટક્કર આપશે. ઓસ્ટ્રેલિયા ભારત સામે ઘણીબધી મુશ્કેલીઓ ઉભી કરશે. કોહલીએ કહ્યું ટીમને ટેસ્ટ સીરીઝમાં પણ વનડે અને ટી20 જેવી ટક્કર મળશે
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે લિમીટેડ ઓવરોની સીરીઝમાં કાંટાની ટક્કર જોવા મળી. વનડે સીરીઝ ઓસ્ટ્રેલિયાએ જીતી તો ટી20 સીરીઝ પર ટીમ ઇન્ડિયાએ કબજો જમાવ્યો, પરંતુ હવે ટેસ્ટ સીરીઝને લઇને ભારતીય ટીમ કન્ફ્યૂઝનમા છે, ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાને ટક્કર આપવી મુશ્કેલ છે, આ વાત ખુદ કેપ્ટન વિરાટ કોહલીએ કબુલી છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યુ છે કે ટેસ્ટ સીરીઝમાં આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ તેમને જબરદસ્ત ટક્કર આપશે. ઓસ્ટ્રેલિયા ભારત સામે ઘણીબધી મુશ્કેલીઓ ઉભી કરશે. કોહલીએ કહ્યું ટીમને ટેસ્ટ સીરીઝમાં પણ વનડે અને ટી20 જેવી ટક્કર મળશે.
(ફાઇલ તસવીર)
વિરાટ કોહલીએ જોકે એ વાત પણ માની છે કે ઓસ્ટ્રેલિયાને માત આપવા માટે ટીમ ઇન્ડિયામાં કાબેલિયત છે. કોહલીએ કહ્યું અમે પ્રતિસ્પર્ધી બનવુ પડશે, આ વખતે એક મજબૂત ટીમ છે, અમારા અમારી તરફથી વધુ પ્રતિસ્પર્ધી થવુ પડશે. અમારુ માનવુ છે કે આ લયને અમે ટેસ્ટ સીરીઝમાં પણ ચાલુ રાખી શકીએ છીએ.
ઉલ્લેખનીય છે કે ગઇ વખતે ભારતે ઓસ્ટ્રેલિયાને જબરદસ્ત માત આપી હતી, ભારતે તે વખતે પહેલીવાર 2-1થી ટેસ્ટ સીરીઝ જીતીને બોર્ડર-ગાવસ્કર ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો. પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયન ટીમ મજબૂત દેખાઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion