IND vs AUS Weather Report: WTC ફાઇનલ પર વરસાદનો ખતરો, જાણો મેચ ડ્રો અથવા રદ્દ થશે તો કોણ બનશે ચેમ્પિયન ?
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ બંને ટીમો વચ્ચે બપોરે 3 વાગ્યાથી ઓવલ ખાતે રમાશે
Who will be the champion if the WTC final is drawn: આજે ટેસ્ટ ક્રિકેટના નવા બોસ બનવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ બંને ટીમો વચ્ચે બપોરે 3 વાગ્યાથી ઓવલ ખાતે રમાશે. આ શાનદાર મેચ પર વરસાદનો ખતરો છે. જોકે, આઇસીસીએ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. હાલમાં ક્રિકેટ ફેન્સના મનમાં એક સવાલ છે કે જો ફાઇનલ મેચ ડ્રો થાય અથવા રદ થાય તો કોણ ચેમ્પિયન બનશે?
જો WTC ફાઈનલ વરસાદથી ધોવાઈ જાય તો શું?
આઈસીસીએ ફાઈનલ મેચ માટે રિઝર્વ-ડે (12 જૂન) પણ રાખ્યો છે. જો પ્રથમ પાંચ દિવસમાં વરસાદ અથવા અન્ય કારણોસર રમત રમાઇ ના શકે તો આ રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. જો તમામ પાંચ દિવસની રમત કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે નહીં. જો ફાઇનલ મેચ ડ્રોમાં પૂર્ણ થાય છે અથવા વરસાદને કારણે ધોવાઇ જાય છે તો ભારત અને ઓસ્ટ્રેલિયાને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જો મેચ ટાઈમાં સમાપ્ત થાય છે તો પણ બંન્ને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરાશે.
7 થી 11 જૂન દરમિયાન રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ત્રીજા અને ચોથા દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે પ્રથમ બે દિવસ હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. જોકે, ICCએ 12 જૂનને રિઝર્વ ડે રાખ્યો છે.
જો મેચ ડ્રો થશે તો કોણ વિજેતા બનશે?
જો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ ડ્રોમાં સમાપ્ત થાય છે તો એક ટીમ નહીં પરંતુ બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. એટલે કે ટ્રોફી બંને ટીમો વચ્ચે વહેંચવામાં આવશે. બીજી તરફ મેચ ટાઈ રહે છે તો પણ બંન્ને ટીમો સંયુક્ત રીતે ચેમ્પિયન બનશે. ICC નિયમો અનુસાર, ICC ચેમ્પિયનશિપ અથવા ટૂર્નામેન્ટનો અંતિમ ડ્રો યોજાય ત્યારે બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી આ ફાઇનલ મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. ટાઈટલ મેચનું દૂરદર્શન પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ડિઝની પ્લસ હોટસ્ટાર પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ થશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), નાથન લિયોન અને સ્કોટ બોલેન્ડ.