IND vs BAN, 1st Test: પંતે બતાવી ચપળતા, કોહલીએ છોડલો કેચ ગજબ રીતે પકડ્યો, જુઓ વીડિયો
IND vs BAN: ભારતને તેની પ્રથમ વિકેટ 47મી ઓવરના પ્રથમ બોલમાં મળી. ઉમેશની બોલિંગમાં શાન્ટોના બોલે બહારનો કિનારો લીધો અને પ્રથમ સ્લિપમાં વિરાટ કોહલી પાસે ગયો.
IND vs BAN: ચિત્તાગોંગમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસ દરમિયાન ઉમેશ યાદવે બીજા દાવમાં નઝમુલ હુસૈન શાન્ટોને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. શાન્ટોએ ઝાકિર હસન સાથે મળીને બાંગ્લાદેશને સારી શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે 119 રન જોડ્યા.
ભારતને તેની પ્રથમ વિકેટ 47મી ઓવરના પ્રથમ બોલમાં મળી. ઉમેશની બોલિંગમાં શાન્ટોના બોલે બહારનો કિનારો લીધો અને પ્રથમ સ્લિપમાં વિરાટ કોહલી પાસે ગયો. કોહલીએ જમણી તરફ જઈને કેચ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ હાથમાંથી છટકી ગયો. જે બાદ નજીકમાં ઉભેલા વિકેટકીપર ઋષભ પંતે ચતુરાઈ બતાવી અને બીજા પ્રયાસમાં બોલ કેચ કર્યો.
Brilliant Catch From Rishabh Pant! 🫡
— Divyansh khanna (@meme_lord2663) December 17, 2022
Virat Kohli dropped this🫠#BANvIND #INDvsBAN #RishabhPant pic.twitter.com/KtecqzFZE2
ભારત સામેની ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
ભારતે આપ્યો છે 513 રનનો ટાર્ગેટ
ભારતે બાંગ્લાદેશને જીતવા 513 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ત્રીજા દિવસે શું થયું
ત્રીજા દિવસે બાંગ્લાદેશની ટીમ 150 રનમાં ઓલઆઉટ થતા ભારતને 254 રનની લીડ મળી હતી. તેમ છતાં ભારતે બાંગ્લાદેશને ફોલોઅન કર્યુ નહોતું. કુલદીપ યાદવે 5 વિકેટ લીધી હતી. ભારતે બીજી ઈનિંગમાં 2 વિકટેના નુકસાન પર 258 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. કેએલ રાહલુ 23 રન બનાવી આઉટ થયો હતો. ગીલ 110 રન બનાવી આઉટ થયો હતો. પુજારા 102 રન અને કોહલી 19 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
બીજા દિવસે શું થયું
બીજા દિવસે ભારતીય ટીમ 404 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસે અશ્વિને 58 રનની ઈનિંગ રમી હતી. બીજા દિવસના અંતે બાંગ્લાદેશે 8 વિકેટના નુકસાન પર 133 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી.
પ્રથમ દિવસે શું થયું
પ્રથમ દિવ, મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 6 વિકેટના નુકસાન પર બનાવ્યા 278 રન રન બનાવ્યા હતા. પુજારાએ સર્વાધિક 90 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 22 રન, શુબમન ગિલ 20 રન અને કોહલી 1 રન બનાવી આઉટ થયા હતા. તૈજુલ ઈસ્લામે 84 રનમાં 3 અને મહેદી હસન મિરાઝે 1 તથા ખલીદ અહમદે 1 વિકેટ લીધી હતી.
પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકટેકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ
ભારતના બાંગ્લાદેશ સામે ટેસ્ટ રેકોર્ડ
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચોમાં ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ સારો છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 મેચ રમાઈ છે. આ દરમિયાન ભારતે 9 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ધરતી પર પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે બાંગ્લાદેશમાં 9 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 6 મેચ જીતી છે. જ્યારે 2 મેચ ડ્રો રહી છે.