IND vs BAN 2nd T20: સીરિઝ જીતવાના ઇરાદે ઉતરશે ટીમ ઇન્ડિયા, બાંગ્લાદેશ પણ વાપસી કરવાનો કરશે પ્રયાસ
IND vs BAN 2nd T20: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે પરંતુ અહીં તે હંમેશાની જેમ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે
India Vs Bangladesh 2nd T20 Match: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ આ દિવસોમાં ભારતના પ્રવાસે છે પરંતુ અહીં તે હંમેશાની જેમ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં બાંગ્લાદેશને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. આ પછી હવે તેઓ ટી-20 શ્રેણીમાં પણ ક્લીન સ્વીપ કરવા તરફ આગળ વધી રહ્યા છે.
Gwalior ✈️ Delhi#TeamIndia have arrived for the 2nd #INDvBAN T20I 👌👌@IDFCFIRSTBank pic.twitter.com/jBWuxzD0Qe
— BCCI (@BCCI) October 8, 2024
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે તેના જ ઘરઆંગણે 3 મેચની T20 શ્રેણી રમી રહી છે. તેની બીજી મેચ આજે (9 ઓક્ટોબર) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે.
બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 6 ઓક્ટોબરે ગ્વાલિયરમાં રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશને માત્ર 11.5 ઓવરમાં 7 વિકેટે પરાજય મળ્યો હતો. મેચમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ બેટિંગ કરતા 127 રન જ કરી શકી હતી. જવાબમાં ભારતીય ટીમે 71 બોલમાં મેચ જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.
બાંગ્લાદેશ સામે ભારતનો હાથ ઉપર
જ્યારે પણ ભારત અને બાંગ્લાદેશની ટીમો T20 સીરિઝમાં આમને-સામને આવી છે ત્યારે ભારતીય ટીમનો જ હાથ રહ્યો છે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 6 જૂન 2009ના રોજ નોટિંગહામમાં રમાઈ હતી. છેલ્લી મેચ (વર્તમાન શ્રેણી પહેલા) નોર્થ સાઉન્ડમાં 22 જૂન 2024ના રોજ થઈ હતી.
છેલ્લા 15 વર્ષમાં બંને દેશો વચ્ચે 15 T20 મેચ રમાઈ છે. દરમિયાન બાંગ્લાદેશની ટીમ માત્ર એક જ વખત જીતવામાં સફળ રહી છે. આ મેચ 3 નવેમ્બર 2019ના રોજ દિલ્હીમાં રમાઈ હતી. જ્યાં બાંગ્લાદેશી ટીમનો 7 વિકેટે વિજય થયો હતો. જો છેલ્લી 5 ટી-20 મેચની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન માત્ર ભારત જીત્યું છે.
New Zealand test squad: કેન વિલિયમ્સન વિના જ ભારત આવશે ન્યૂઝીલેન્ડ, ટેસ્ટ સીરિઝ માટે ટીમની જાહેરાત