IND vs BAN, 2nd Test, Day 2 live: ભારત 314 રનમાં ઓલઆઉટ, શાકિબ-તૈજુલ ઈસ્લામની 4-4 વિકેટ
IND vs BAN, 2nd Test: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી બીજી ટેસ્ટનો આજે બીજો દિવસ છે.
LIVE
Background
IND vs BAN, 2nd Test: પ્રથમ બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે આ મેચમાં કુલદીપ યાદવને તક આપી નહોતી. કુલદીપની જગ્યાએ જયદેવ ઉનડકટને તક આપવામાં આવી છે. બાંગ્લાદેશની ટીમ 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. મોમીનુલ હકે સર્વાધીક 84 રન બનાવ્યા, ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4 - 4 વિકેટ લીધી. ટીમ ઈન્ડિયામાં 12 વર્ષ કમબેક કરનારા ગુજરાતી ક્રિકેટર જયદેવ ઉનડકટને પણ 2 સફળતા મળી હતી.
બાંગ્લાદેશે કેમ પ્રથમ બેટિંગ લીધી
બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેનું કહેવું છે કે આ વિકેટ પર શરૂઆતના દિવસે બેટ્સમેનોને મદદ મળશે અને બાદમાં સ્પિનરોનો દબદબો રહેશે. બાંગ્લાદેશે આ ટેસ્ટ માટે પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ટીમ ઈન્ડિયામાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે.
કુલદીપ યાદવ બહાર
ભારતીય ટીમમાં કુલદીપ યાદવને આ ટેસ્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના સ્થાને ભારતીય ટીમે જયદેવ ઉનડકટને તક આપી છે. કેએલ રાહુલના મતે અહીંની વિકેટ મૂંઝવણભરી છે, વિકેટ પર ઘાસ છે અને આવી સ્થિતિમાં તેણે સ્પિનરને બદલે ફાસ્ટ બોલરને રમાડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ બાંગ્લાદેશની ટીમમાં યાસિર અલી અને ઇબાદતની જગ્યાએ મોમિનુલ અને તસ્કીન અહેમદને પ્લેઇંગ-11માં સ્થાન આપવામાં આવ્યું છે.
ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત, આર અશ્વિન, અક્ષર પટેલ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.
IND vs BAN, 2nd Test, Day 2: ભારતને મળી 87 રનની લીડ
IND vs BAN, 2nd Test, Day 2: પંત નર્વસ નાઇન્ટીનો બન્યો શિકાર
IND vs BAN, 2nd Test, Day 2: ભારતે લીધી લીડ
IND vs BAN, 2nd Test, Day 2: ભારત પહોંચ્યું બાંગ્લાદેશના સ્કોરની નજીક
IND vs BAN, 2nd Test, Day 2: 60 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 224 રન છે. રિષભ પંત 86 અને અને અય્યર 56 રને રમતમાં છે. અય્યરે શાનદાર ફોર્મ જાળવી રાખતાં સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી છે. ભારત બાંગ્લાદેશથી 2 રન પાછળ છે.
IND vs BAN, 2nd Test, Day 2: પંતની ફિફ્ટી
IND vs BAN, 2nd Test, Day 2: 52 ઓવરના અંતે ભારતનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 170 રન છે. રિષભ પંત 59 અને અને અય્યર 29 રને રમતમાં છે. ભારત બાંગ્લાદેશથી હજુ 57 રન પાછળ છે.
𝐅𝐈𝐅𝐓𝐘 for @RishabhPant17 👏👏#TeamIndia wicket-keeper has brought up his half century in 49 balls with 5x4 1x6. Some more good news as the 𝟓𝟎-𝐫𝐮𝐧 𝐩𝐚𝐫𝐭𝐧𝐞𝐫𝐬𝐡𝐢𝐩 also has been raised with @ShreyasIyer15.
— BCCI (@BCCI) December 23, 2022
Live - https://t.co/XZOGpeuLsj #BANvIND pic.twitter.com/f5fFWH0D8V