IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: ભારતે કાનપુર ટેસ્ટમાં જીત મેળવી છે. મેચના પાંચમા દિવસે ભારતે સાત વિકેટથી જીત મેળવી હતી
IND vs BAN 2nd Test: ભારતે કાનપુર ટેસ્ટમાં જીત મેળવી છે. મેચના પાંચમા દિવસે ભારતે સાત વિકેટથી જીત મેળવી હતી. કાનપુર ટેસ્ટમાં ભારતને જીતવા માટે 95 રનનો સ્કોર મળ્યો હતો પરંતુ રોહિત શર્મા (8) રનના રૂપમાં ભારતીય ટીમને પહેલો ઝટકો મેહદી હસન મિરાજે આપ્યો હતો. આ પછી આવેલા શુભમન ગિલ (6)એ આવતાની સાથે જ સિક્સર ફટકારી હતી, પરંતુ એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો.
India secure a 2-0 series win over Bangladesh with a comprehensive win at Green Park.#WTC25 | #INDvBAN 📝: https://t.co/hC8Iwdtraj pic.twitter.com/t14NPSYx7P
— ICC (@ICC) October 1, 2024
કાનપુરમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. કાનપુરમાં રમાયેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત મેળવી હતી. લગભગ ત્રણ વખત વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો હતો. જેના કારણે ચાહકોને એવું લાગવા લાગ્યું હતું કે આ મેચનું પરિણામ ડ્રો સિવાય બીજું કંઈ નહીં હોય પરંતુ ભારતે ટી-20 સ્ટાઇલમાં બેટિંગ કરી મેચ જીતી લીધી હતી
ટીમ ઈન્ડિયા માટે યશસ્વી જયસ્વાલે બંને દાવમાં અડધી સદી ફટકારી હતી. બોલિંગમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. બુમરાહે બંને ઇનિંગ્સમાં 3-3 વિકેટ લીધી હતી.
27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા જ દિવસે વરસાદ વરસ્યો હતો. જેના કારણે મેચ એક કલાક મોડી શરૂ થઈ. આ ઉપરાંત લંચ બ્રેક દરમિયાન પણ વરસાદ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી, જેમાં બાંગ્લાદેશે ત્રણ વિકેટે 107 રન કર્યા હતા.
ત્યારબાદ બીજો દિવસ વરસાદમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો. આ પછી ચાહકોને આશા હતી કે તેઓ ત્રીજા દિવસે રમત જોવા મળશે, પરંતુ એવું થયું નહીં અને ત્રીજો દિવસ પણ વરસાદના કારણે એકપણ બોલ ફેંકાયા વિના ધોવાઈ ગયો હતો.
ટીમ ઈન્ડિયાએ ચોથા દિવસે કમાલ કર્યો
મેચના ચોથા દિવસે ભારતીય ટીમે બાંગ્લાદેશને 233 રનમાં ઓલઆઉટ કરી દીધું. પછી તે જ દિવસે તેની પ્રથમ ઇનિંગમાં 285 રન કરી દાવ ડિક્લેર કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 52 રનની લીડ મેળવી હતી. ભારત માટે આ ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 12 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી સૌથી વધુ વ્યક્તિગત 72 રન બનાવ્યા હતા. આ સિવાય કેએલ રાહુલે 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ પાંચમા દિવસના બીજા સેશનમાં જીત મેળવી હતી
ત્યાર બાદ પાંચમા દિવસે તેની બીજી ઇનિંગમાં બાંગ્લાદેશ પ્રથમ સેશનમાં માત્ર 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને માત્ર 95 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈન્ડિયાએ બીજા સેશનમાં જ નાના લક્ષ્યાંકને 3 વિકેટના નુકસાને વિજય હાંસલ કર્યો હતો. આ દરમિયાન જયસ્વાલે 45 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 51 રનની સૌથી મોટી ઇનિંગ જોવા મળી હતી.