IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
IND Vs BAN Playing 11, ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સીઝનની બીજી મેચ આજે (20 ફેબ્રુઆરી) રમાશે. આ મેચમાં રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે.

IND Vs BAN Playing 11, ICC Champions Trophy 2025: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સીઝનની બીજી મેચ આજે (20 ફેબ્રુઆરી) રમાશે. આ મેચમાં રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે દુબઈમાં શરૂ થશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે. પરંતુ આમ છતાં વિકેટકીપર તરીકે કેએલ રાહુલ ટીમની પ્રથમ પસંદગી હશે. આવી સ્થિતિમાં ઋષભ પંતને ફરી એકવાર બહાર રહેવું પડી શકે છે.
𝙍𝙀𝘼𝘿𝙔 💪
— BCCI (@BCCI) February 19, 2025
Just one day away from #TeamIndia's opening fixture of #ChampionsTrophy 2025 ⏳ pic.twitter.com/Ri3Z93T28y
નોંધનીય છે કે તાજેતરમાં જ ભારતીય ટીમે ઇંગ્લેન્ડને વન-ડે શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. ત્રીજી વનડેમાં રમાયેલી ભારતીય પ્લેઇંગ-11માં બે ફેરફાર કરીને બાંગ્લાદેશ સામે એક મજબૂત ટીમ ઉતારી શકાય છે. ઇંગ્લેન્ડ સામે ત્રીજી વનડે રમનાર વોશિંગ્ટન સુંદર અને હર્ષિત રાણાને બહાર રાખવામાં આવી શકે છે. તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીનો સમાવેશ થઈ શકે છે.
પંતે પોતાની છેલ્લી વનડે 7 ઓગસ્ટ 2024 ના રોજ રમી હતી. આ મેચ શ્રીલંકા સામે કોલંબોમાં રમાઈ હતી. આ પછી પંત લગભગ 7 મહિનાથી ભારતીય વન-ડે પ્લેઇંગ-11 માં સામેલ થવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. શ્રીલંકા પ્રવાસ પછી ભારતીય ટીમે આ વર્ષે ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે વન-ડે સીરિઝ રમી હતી.
આ વન-ડે સીરિઝમાં ઇંગ્લેન્ડે 3-0 થી ક્લીન સ્વીપ કર્યું હતું. પરંતુ ત્રણેય મેચમાં કેએલ રાહુલને વિકેટકીપર તરીકે તક આપવામાં આવી હતી. પંત બેન્ચ પર જ બેઠો રહ્યો. હવે એવું લાગે છે કે પંતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ બેન્ચ પર બેસવું પડી શકે છે.
ભારત-બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ-11:
ભારતીય ટીમની સંભવિત પ્લેંઇગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશ ટીમની સંભવિત પ્લેંઇગ-11
તંજીદ હસન, સૌમ્ય સરકાર, નજમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તૌહીદ હૃદોય, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તસ્કીન અહમદ, નાહિદ રાણા અને મુસ્તફિઝુર રહેમાન.
'અમે કોઇ પણ ટીમને હરાવી શકીએ છીએ...', ભારત વિરુદ્ધ મેચ અગાઉ બાંગ્લાદેશના કેપ્ટનનું મોટું નિવેદન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
