IND vs BAN: લિંટન દાસે પકડ્યો વિરાટ કોહલીનો શાનદાર કેચ, જુઓ વીડિયો
IND vs BAN : બાંગ્લાદેશના કેપ્ટન લિંટન દાસે હવામાં છલાંગ લગાવી વિરાટ કોહલીનો શાનદાર કેચ પકડ્યો હતો. કોહલી 9 રન બનાવી શાકીબ અલ હસનની ઓવરમાં આઉટ થયો હતો.
IND vs BAN: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ, મીરપુરમાં રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરી હતી. ટીમ ઈન્ડિયા 41.2 ઓવરમાં 186 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કે.એલ. રાહુલે સર્વાધિક 73 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 27 અને ઐયરે 24 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 36 રનમાં 5 અને ઈ. હોસેન 47 રનમાં 4 વિકેટ ઝડપી હતી.
લિંટન દાસે કર્યો વિરાટ કોહલીનો શાનદાર કેચ
બાંગ્લાદેશના કેપ્ટન લિંટન દાસે હવામાં છલાંગ લગાવી વિરાટ કોહલીનો શાનદાર કેચ પકડ્યો હતો. કોહલી 9 રન બનાવી શાકીબ અલ હસનની ઓવરમાં આઉટ થયો હતો.
pic.twitter.com/aGv0FmYkYG शानदार कैच #ViratKohli𓃵 #INDvsBAN #indvsbang #littondas
— Rajat Gupta (@Rajatgupta199) December 4, 2022
મેચમાં રોહિત શર્માએ બનાવ્યો મોટો રેકોર્ડ
રોહિત શર્માએ આ મેચમાં એક ખાસ સિદ્ધિ મેળવી હતી. જોકે રોહિત ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન હિટમેને પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. હવે રોહિત ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે. ભારતના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને વનડેમાં 9378 રન બનાવ્યા છે. પરંતુ રોહિતે આજે તેની 27 રનની ઇનિંગ દરમિયાન તેને પાછળ છોડી દીધો હતો. ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે હિટમેન છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. તેણે વનડેમાં અત્યાર સુધી 9388 રન બનાવ્યા છે. રોહિતે 234મી વનડેની 227મી ઇનિંગમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે એવા પાંચ ભારતીય બેટ્સમેન છે જેમણે વનડેમાં રોહિત શર્મા કરતા વધુ રન બનાવ્યા છે. સચિન તેંડુલકર 18426, વિરાટ કોહલી 12344, સૌરવ ગાંગુલી 11221, રાહુલ દ્રવિડ 10768 અને એમએસ ધોની 10599 રન બનાવીને રોહિતથી આગળ છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, લોકેશ રાહુલ, વૉશિંગટન સુંદર, શાહબાઝ અહેમદ, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ. કુલદીપ સેન.
બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન
લિટન દાસ (કેપ્ટન), અનામૂન હક, નઝમૂલ હૌસેન શાન્તો, શાકિબ અલ હસન, મુસ્તફિકૂર રહીમ, મહમુદુલ્લાહ, અફિફ હૌસેન, મેહીન્દી હસન, હસન મહેમૂદ, મુસ્તફિઝૂર રહેમાન, ઇબાદત હૌસેન.