IND vs BAN: પ્રથમ વનડે જીતવા, બાંગ્લાદેશ અને ભારત બન્ને રમાડશે આવા દમદાર ખેલાડીઓને, જુઓ સંભવિત પ્લેઇંગ ઇલેવન
બાંગ્લાદેશની ટીમ ભારતને ચોંકાવીને આ સીરીઝ પોતાના નામે કરવા પ્રયાસ કરશે. આવામાં અમે અહીં ભારત અને બાંગ્લાદેશ બન્ને ટીમની પ્રથમ વનડે મેચ માટેની પ્લેઇંગ ઇલેવન વિશે બતાવી રહ્યાં છીએ. જાણો....
BAN vs IND: ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ હવે ભારતીય ટીમ બાંગ્લાદેશ પ્રવાસ પર છે, અહીં ટીમ ઇન્ડિયાએ ત્રણ મેચોની વનડે સીરીઝ રમવાની છે. જેની શરૂઆત 4 ડિસેમ્બરથી થવાની છે. આ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ પહોંચીને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ સીરીઝમાં રોહિત શર્મા એન્ડ કંપની મોટી જીત નોંધાવવા માટે મેદાનમાં ઉતરશે. વળી, બાંગ્લાદેશની ટીમ ભારતને ચોંકાવીને આ સીરીઝ પોતાના નામે કરવા પ્રયાસ કરશે. આવામાં અમે અહીં ભારત અને બાંગ્લાદેશ બન્ને ટીમની પ્રથમ વનડે મેચ માટેની પ્લેઇંગ ઇલેવન વિશે બતાવી રહ્યાં છીએ. જાણો....
રોહિત, કોહલી અને રાહુલની વાપસી -
ખાસ વાત છે કે, ભારતીય ટીમના સ્ટાર અને અનુભવી બેટ્સમેનોની તીકડી ફરી એકવાર મેદાન પર જોવા મળશે, રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલની આ સીરીઝમાં વાપસી થઇ છે. આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 બાદ આ ત્રણેય ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો, અને ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ આ ત્રણેય ન હતાં રમ્યા, હવે બાંગ્લાદેશ પ્રવાસ પર આ ત્રણેય ફરી એકવાર મેદાન પર ધમાલ મચાવવા તૈયાર છે.
બન્ને ટીમોની પ્રથમ વનડે માટે સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતની પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, દીપક ચાહર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ સેન.
બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન -
લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), નજમૂલ હુસેન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસૈન, મહામુદ્દુ્લ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, મુસ્તિફિજુર રહેમાન, નામસ અહેમદ. ઇબાદત હુસેન.
પ્રથમ વનડે વરસાદના કારણે ધોવાશે, ઢાકામાં કેવુ રહેશે હવામાન -
ભારત અને બાંગ્લાદેશની વચ્ચે વનડે સીરીઝની પહેલી મેચ 4 ડિસેમ્બરે રમાશે, બન્ને ટીમોએ આ માટે તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ મેચને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખરેખરમાં હવામાન વિભાગે બતાવ્યુ છે કે, મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની સંભવાના બિલકુલ નથી. વળી, રવિવારે અહીંનું તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ક્રિકેટની એક શાનદાર રમત માટે આ તાપમાન બિલકુલ યોગ્ય છે, એટલે કહી શકાય મેચમાં વરસાદ વિલન નહીં બની શકે.
પીચ રિપોર્ટ -
ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ખુબ સારી છે. જોકે મેચ દરમિયાન ભેજ મોટી ભૂમિકા ભજવી શકે છે. આવામાં ટૉસની ભૂમિકા મેચમાં ખુબ મહત્વપૂર્ણ થઇ જશે. આ મેદાન પર કોઇપણ ટીમ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા માંગશે. આવામાં જોવાનુ એ છે કે ટૉસ કોની તરફ જાય છે.