IND vs BAN : કિશન બાદ કોહલીની ધમાલ, ત્રણ વર્ષ બાદ વન ડેમાં વિરાટે ફટકારી સદી
Virat Kohli: ત્રીજી વન ડેમાં ઈશાન કિશન બાદ વિરાટ કોહલીએ પણ સદી ફટકારી છે. કોહલીએ 85 બોલમાં સદી મારી હતી
Virat Kohli: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વન ડેમાં ઈશાન કિશન બાદ વિરાટ કોહલીએ પણ સદી ફટકારી છે. કોહલીએ 85 બોલમાં સદી મારી હતી. તેણે સિક્સ મારીને સદી પૂરી. કોહલીએ ત્રણ વર્ષ બાદ વન ડેમાં સદી ફટકારી છે. કોહલીની વન ડે કરિયરની 44મી અને આંતરરાષ્ટ્રીય કરિયરની 72મી સદી છે.
Virat Kohli brings up a brilliant 100 – his 44th in ODI cricket 🙌#BANvIND | https://t.co/SRyQabJ2Sf pic.twitter.com/dE9BQfPp8R
— ICC (@ICC) December 10, 2022
ઈશાન કિશને બાંગ્લાદેશ સામે ત્રીજી વન ડેમાં રેકોર્ડ રચ્યો છે. 126 બોલમાં 23 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી તેણે બેવડી સદી ફટકારી છે. આ સાથે તે વન ડેમાં ભારત તરફથી બેવડી સદી ફટકારનારો સચિન તેડુંલકર, વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા બાદ ચોથો ખેલાડી બન્યો છે. ઈશાન કિશન 210 રન બનાવી આઉટ થયો હતો. રોહિત શર્મા વન ડેમાં ત્રણ વખત, સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગ એક-એક વખત વન ડેમાં બેવડી સદી મારવાનું પરાક્રમ કરી ચુક્યા છે.
ઈશાન કિશને વોટસનને રાખ્યો પાછળ
ઈશાન કિશન અને વિરાટ કોહલીએ મળીને બાંગ્લાદેશી બોલરની બરાબરની ધોલાઈ કરી હતી. ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રન બનાવ્યા હતા. જે બાંગ્લાદેશમમાં કોઈ બેટ્સમેનનો વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી મોટો સ્કોર છે. આ પહેલા વોટસને 185 રન બનાવ્યા હતા.
ઈશાન કિશન, કુલદીપને મળ્યો મોકો
બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, આજની પ્લેઇંગ ઇલેવનમાં ભારતીય ટીમમાં ઓપનર બેટ્સમેન અને વિકેટકીપર ઇશાન કિશનને મોકો આપવામાં આવ્યો છે, જ્યારે બીજા ફેરફાર તરીકે સ્ટાર સ્પીનર કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારતની પ્લેઇંગ ઇલેવન
ઇશાન કિશન, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, લોકેશ રાહુલ (કેપ્ટન), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશની પ્લેઇંગ ઇલેવન
લિટન દાસ (કેપ્ટન), અનામૂલ હક, યાસિર અલી, શાકિબ અલ હસન, મુશ્ફિકૂર રહીમ, મહેમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન, ઇબાદત હૌસેન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝૂર રહેમાન.
72nd century of Virat Kohli ♥️ 😭#ViratKohli𓃵pic.twitter.com/Syx8nhYGAp
— SUPRVIRAT (@ishantraj51) December 10, 2022