શોધખોળ કરો

IND vs BAN World Cup 2023: શું ભારત અને બાંગ્લાદેશ મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે પુણેમાં હવામાન ?

India vs Bangladesh Weather WC 2023: ભારત અને બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ 2023માં આજે સામસામે ટકરાશે.

India vs Bangladesh Weather WC 2023: ભારત અને બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપ 2023માં આજે સામસામે ટકરાશે. આ બંને ટીમો પુણેમાં મેચ રમશે. પુણેમાં વર્લ્ડ કપ 2023ની આ પ્રથમ મેચ હશે. અહીં ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે. વિરાટ કોહલીએ અહીં બે સદી ફટકારી છે. જો હવામાનની વાત કરીએ તો તે ક્રિકેટરોની સાથે ચાહકો માટે પણ સારું રહેશે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ પહેલા પુણેમાં હળવા વાદળો છવાયેલા રહેશે. હવામાન ખુશનુમા રહેશે. પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. આ સાથે મેચમાં વચ્ચે કોઈ વિક્ષેપ નહીં આવે. આકાશમાં વાદળોને કારણે ગરમી નહીં રહે. તેનાથી ખેલાડીઓને રમવામાં સરળતા રહેશે.

જો આપણે પુણેની પિચની વાત કરીએ તો તે બેટ્સમેનો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. અહીં કુલ સ્કોર ઘણી વખત 300 રનને પાર કરી ગયો છે. રસપ્રદ વાત એ છે કે અહીં ભારતીય બેટ્સમેનોનો રેકોર્ડ સારો છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલે સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયા રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખીને શાર્દુલ ઠાકુરને તક આપી શકે છે.

જો ભારતની પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો શુભમન ગિલ રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલને પણ સ્થાન મળી શકે છે. બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન આ મેચમાં રમી શકે છે. ટીમ લિટન દાસની સાથે તંજીદ તમીમને ઓપનિંગ કરવાની તક મળી શકે છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ 2023ની 17મી મેચ પુણેમાં રમાશે. બાંગ્લાદેશની ટીમ લગભગ 25 વર્ષ બાદ ભારતમાં ભારત સામે વનડે મેચ રમશે. આ બંને ટીમો વચ્ચે છેલ્લી વનડે 1998માં મુંબઈમાં રમાઈ હતી. જો આ વર્લ્ડ કપની વાત કરીએ તો ભારતે પ્રથમ ત્રણ મેચ જીતી છે. જ્યારે બાંગ્લાદેશ 3 માંથી માત્ર એક મેચ જીતી શક્યું છે. તેના માટે આ મેચમાં પણ જીત મેળવવી ઘણી મુશ્કેલ બની શકે છે.

ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન

લિટન દાસ, તંજીદ તમીમ, મેહદી હસન મિરાજ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), મુશફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, તસ્કીન અહમદ, મુસ્તફિઝુર રહેમાન, શોરફુલ ઈસ્લામ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun News:જેલમાંથી બહાર આવ્યા પછી ‘પુષ્પા’એ પીડિત પરિવારની માંગી માફી, જુઓ વીડિયોમાંModasa PI Suspend: મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના PSIને કરી દેવાયા સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Advani Admitted: લાલકૃષ્ણ અડવાણી હૉસ્પિટલમાં ભરતી, રૂટીન ચેકઅપ માટે કરાયા દાખલ
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
Winter: ગુજરાત ઠંડીમાં ઠૂંઠવાયું, નલિયા 8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર, 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચુ નોંધાયુ તાપમાન
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાંથી બહાર આવ્યા બાદ થિયેટરમાં બનલી દુર્ઘટનાને લઇને અલ્લુ અર્જુને શું કહ્યું, જુઓ વીડિયો
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે  મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
જેલમાં રાત વિતાવ્યા બાદ અલ્લુ અર્જુન આજે મુક્ત, સંધ્યા થિયેટર કેસમાં થઇ હતી ધરપકડ
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
મફતમાં aadhaar update કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો કઈ વિગતો ફ્રીમાં સુધારી શકાશે
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Yearly Rashifal : આ રાશિના જાતકની 2025માં વધશે મુશ્કેલી, નિવારણ માટે કરો આ ઉપાય
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: આજે આ 4 રાશિના લોકોએ રહેવું સાવધાન, જાણો 14 ડિસેમ્બરનું 12 રાશિનું રાશિફળ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Embed widget