શોધખોળ કરો
Advertisement
IND Vs ENG: પહેલા દિવસે ભારતીય બોલરોની હાલત ખરાબ થઈ ગઈ, ફેન્સને જાડેજાની યાદ આવી
સ્પિન માટે મદદગાર પિચ પર અશ્વિમ, નદીમ અને સુંદરે 56 ઓવરની બોલિંગ કરી અને માત્ર એક વિકેટ મેળવી હતી.
IND Vs ENG: શુક્રવારે ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે ચેન્નઈના ચેપક મેદાન પર ચાર ટેસ્ટ મેચની સીરીઝની શરૂઆત થઈ છે. પહેલા ટેસ્ટ માટે પ્રથમ દિવસે ટીમ ઇન્ડિયાના બોલર ઇંગ્લેન્ડના બેટ્સમેનની સામે પૂરી રીતે પછડાટ ખાઈ ગયા હતા. ટીમ ઇન્ડિયાને સ્પિન માટે મદદગાર પિચ પર આખા દિવસમાં ત્રણ જ વિકેટ મળી હતી. ભારતીય બોલરોના ખરાબ પ્રદર્શનને જોઈ સોશિયલ મીડિયા પર ફેન્સને રવીન્દ્ર જાડેજાની યાદી આવી ગઈ હતી.
રવીન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયામાં સિડની ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયા હતા. રવીન્દ્ર જાડેજાના હાથના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે અને તે ઇંગ્લેન્ડ વિરદ્ધ ટેસ્ટ સીરીઝમાંથી બહાર છે. રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા ત્રણ સ્પિન બોલરો સાથે મેદાન પર ઉતરી છે.
સ્પિન માટે મદદગાર પિચ પર અશ્વિમ, નદીમ અને સુંદરે 56 ઓવરની બોલિંગ કરી અને માત્ર એક વિકેટ મેળવી હતી. સુંદરે તો 12 ઓવરમાં 4.6 ઇકોનોમી રેટની રેટથી 55 રન આપ્યા જ્યારે નદીમે 20 ઓવરમાં 69 રન આપ્યા હતા.
જ્યારે ભારતીય બોલરો ચેન્નઈ ટેસ્ટમાં પૂરી રીતે નિષ્ફળ જોવા મળી રહી હતી ત્યારે રવીન્દ્ર જાડેજા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. એક ફેનો તો સીધા જ લખ્યું કે ઇન્ડિયન ટીમ રવીન્દ્ર જાડેજા અને મહોમ્મદ શમીની બોલિંગને મિસ કરી રહ્યા છે.
આ ઉપરાંત નવા બોલથી સૌથી વધારે વિકેટ લેવાનો આંકડાથી પણ ખબર પડે છે કે ઇન્ડિયાને જાડેજાની કેટલી ખોટ પડી રહી છે. જાડેજા 2020 બાદથી જ ભારત માટે નવા બોલથી સૌથી વધારે વિકેટ લેનાર બોલરોમાં સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion