Kohli ODI Record: વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ, રિકી પોન્ટિંગ બાદ આ કારનામું કરનાર બીજો બેટ્સમેન
કોહલી દરેક મેચમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. કોહલી માસ્ટ બ્લાસ્ટર સચિન તેંડુલકર(Sachin tendulkar) બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી નોંધાવનાર બેટ્સમેન છે. કોહલી અત્યાર સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 70 સદી મારી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી 27 સદી નોંધાવી છે. જ્યારે વનડેમાં 43 સદી તેના નામે છે.
પુણે: કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) જબરજસ્ત ફોર્મમાં ચાલી રહ્યો છે. ઈંગ્લેન્ડ(England) વિરુદ્ધ ચાલી રહેલી વનડે સીરિઝમાં કોહલી સતત અડધી સદી નોંધાવી રહ્યો છે અને ટીમને જીત માટે મહત્વનું યોગદાન આપી રહ્યો છે. ત્યારે કોહલીએ વધુ એક ખાસ રેકોર્ડ બનાવી દીધો છે. કોહલીએ ત્રીજા નંબર પર બેટિંગ કરતા 10 હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. આ કારનામું કરનાર કોહલી દુનિયાનો માત્ર બીજો બેટ્સમેન છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગે(Ricky ponting) આ કારનામું કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોહલી દરેક મેચમાં રેકોર્ડ બનાવી રહ્યો છે. કોહલી માસ્ટ બ્લાસ્ટર સચિન તેંડુલકર(Sachin tendulkar) બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી નોંધાવનાર બેટ્સમેન છે. કોહલી અત્યાર સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 70 સદી મારી ચૂક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં કોહલી 27 સદી નોંધાવી છે. જ્યારે વનડેમાં 43 સદી તેના નામે છે.
વનડેમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
રિકી પોન્ટિંગ - 12,662 રન
વિરાટ કોહલી- 10,000 રન
કુમાર સાંગાકારા- 9747 રન
ટી -20 ક્રિકેટમાં વિરાટ કોહલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ટી20 માં કોહલીના નામે 3159 રન છે. ટી -20 માં અડધી સદી ફટકાર્યા બાદ તેણે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે સિરીઝમાં સતત બે અડધી સદી ફટકારી છે. બીજી મેચમાં પણ કોહલીએ 66 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીએ ત્રીજા નંબરે બેટિંગ કરતી વખતે 10,000 રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
બીજી વનડેમાં ઈંગ્લેન્ડે ભારતને 6 વિકેટથી હરાવ્યું
ણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને(England) 6 વિકેટથી ભારત(India)ને હરાવ્યું હતું. જોની બેરિસ્ટો(Jonny Bairstow), જેસોન રોય અને બેન સ્ટોક્સ(Ben Stokes)ની શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે જીતી હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેરિસ્ટોએ 124 રન, બેન સ્ટોક્સ 99 રન અને જેસોન રોયે 55 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ આપેલ 337 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. આ સાથેજ ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ભારત તરફથી પ્રસિદ ક્રિષ્ના બે વિકેટ અને ભૂવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી.