(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG 2nd ODI: ઈંગ્લેન્ડે ભારતને 6 વિકેટથી હરાવ્યું, શ્રેણી 1-1થી બરાબર
બીજી વનડે જીતી ઈંગ્લેન્ડે ત્રણ મેચની વનડે સીરિઝ 1--1થી બરાબરી કરી લીધી છે.
IND vs ENG 2nd ODI: પુણેમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઈંગ્લેન્ડને(England) 6 વિકેટથી ભારત(India)ને હરાવ્યું હતું. જોની બેરિસ્ટો(Jonny Bairstow), જેસોન રોય અને બેન સ્ટોક્સ(Ben Stokes)ની શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે જીતી હાંસલ કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી બેરિસ્ટોએ 124 રન, બેન સ્ટોક્સ 99 રન અને જેસોન રોયે 55 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ આપેલ 337 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાનમાં ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. આ સાથેજ ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ભારત તરફથી પ્રસિદ ક્રિષ્ના બે વિકેટ અને ભૂવનેશ્વર કુમારે 1 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડની ટીમ કેપ્ટન મોર્ગનની ગેરહાજરીમાં જોસ બટલરના નેતૃત્વમાં ઉતરી હતી. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત સારી રહી નહોતી અને શિખર ધવન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા પણ 25 રન બનાવીને આઉટ થયો હતો. તેના બાદ કેપ્ટન વિરાટ કોહલી(Virat kohli) અને કેએલ રાહુલે(KL Rahul) સદીની ભાગીદારી નોંધાવી ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. કોહલીએ 66 રન બનાવ્યા હતા જ્યારે રાહુલે શાનદાર સદી(108 રન) ફટકારી હતી. રિષભ પંતે 77 રન અને હાર્દિક પંડ્યાએ પણ 35 રન બનાવ્યા હતા.
સ્ટોકની વિસ્ફોટક બેટિંગ
સ્ટોકે પોતાની ઈનિંગ દરમિયાન ભારતીય બોલરોની ખૂબ ધોલાઈ કરી હતી. તેણે 10 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. 34મી ઓવરમાં કૃણાલ પંડ્યાને 3 સિક્સ અને એક ફોર ફટકારી હતી. આ ઓવરમાં કૃણાલ પંડ્યાએ 28 રન આપ્યા હતા. આ પહેલા 33મીં ઓવરમાં કુલદીપ યાદવને પણ ત્રણ સિક્સ ફટકારી હતી. 52 બોલમાં 99 રન બનાવી આઉટ થયો હતો.