શોધખોળ કરો

IND vs ENG 4th T20: રોહિત શર્માએ ટી-20માં બનાવ્યો આ ખાસ રેકોર્ડ, આ ઉપલબ્ધિ મેળવનાર બીજો ભારતીય બન્યો 

ટી20માં પોતાની 342 મી મેચ રમનાર રોહિતને આ મુકામ સુધી પહોંચવા માટે માત્ર 11 રનની જરૂર હતી. તેણે આદિલ રશીદની ઇનિંગની પ્રથમ ઓવરમાં સિક્સ, ફોર મારી અને એક રન લઈને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

અમદાવાદ:  ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથીડ ટી20 મેચમાં રોહિત શર્મા માત્ર 12 રન બનાવી શક્યો હતો. પરંતુ તેણે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરી લીધા છે. આ ઉપલબ્ધિ મેળવનાર રોહિત ભારતનો બીજો અને દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે.  રોહિતે ઈનિંગના પહેલાં બોલે જ સિક્સ ફટકારી હતી. 

રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરી લીધા છે. ટી20માં પોતાની 342 મી મેચ રમનાર રોહિતને આ મુકામ સુધી પહોંચવા માટે માત્ર 11 રનની જરૂર હતી. તેણે આદિલ રશીદની ઇનિંગની પ્રથમ ઓવરમાં સિક્સ, ફોર અને એક રન લઈને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

રોહિતના નામે હવે ટી20 માં 9001 રન છે.  જેમાં ટી20 ઇન્ટરનેશનલના 2800 રન પણ સામેલ છે. રોહિત પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ સિદ્ધી મેળવી હતી. આ મેચ પહેલા તેના નામે 302 મેચમાં 9650 રન નોંધાયા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ તમામ ટી-20ની 288 ઈનિંગમાં 41.77ની સરેરાશથી 9651 રન બનાવ્યા છે. ત્રીજા નંબરે સુરેશ રૈના છે.  રૈનાએ 8494 રન બનાવ્યા છે. 

ટી20માં સૌથી વધુ રન વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેલ (13720 રન) ના નામે નોંધાયેલા છે. તેના બાદ વેસ્ટ ઇન્ડીઝના  જ કિરોન પોલાર્ડ (10629), પાકિસ્તાનના શોએબ મલિક (10488 રન), ન્યુઝીલેન્ડના બ્રેડન મેકુલમ (9922),  ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર (9824), એરોન ફિંચ (9718), કોહલી, એબી ડી વિલિયર્સ (9111)) અને તેના બાદ રોહિતનો નંબર આવે છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 8 વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડને જીત માટે 186 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતા 57 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યરે 37 રન, પંતે 30 રન બનાવ્યા હતા.  ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરને સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી. આદિલ રશિદ, બૂડ, સ્ટોક અને સેમ કરને એક-એક વિકેટ ઝડપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Embed widget