(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG 4th Test Day 3 Live: ભારતે ઈંગ્લેન્ડ પર લીધી લીડ, રોહિત-પુજારા રમતમાં
IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની ચોથી મેચ ઓવલમાં રમાઈ રહી છે. હાલ બંને ટીમો 1-1ની બરાબરી પર છે.
LIVE
Background
IND vs ENG 4th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની સીરિઝનો ચોથો મુકાબલો ઓવલમાં રમાઈ રહ્યો છે. બીજા દિવસની શરૂઆતમાં ભારતીય બોલરોની આક્રમક શરૃઆત બાદ ઈંગ્લેન્ડે મીડલ અને લો ઓર્ડરના લડાયક દેખાવને સહારે પ્રથમ ઈનિગમાં ૯૯ રનની સરસાઈ હાંસલ કરી લીધી હતી. ભારતના ૧૯૧ના સ્કોર સામે ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ ૨૯૦ રનમાં સમેટાઈ હતી. ઓલી પોપે સર્વાધિક ૮૧ રન ફટકાર્યા હતા. જ્યારે ૯માં ક્રમે બેટીંગમા ઉતરેલા વોક્સે ૫૦ રનની નોંધપાત્ર ઈનિંગ રમી હતી. ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ-જાડેજાને બે-બે વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગને સહારે ૯૯ રનની સરસાઈ મળી હતી. જેના જવાબમાં ભારતના ૧૬ ઓવરમાં વિના વિકેટે ૪૩ રન કર્યા હતા. જે કારણે ઈંગ્લેન્ડની સરસાઈ 56 રનની રહી ગઈ હતી.
ત્રીજા દિવસનું પ્રથમ સત્ર ભારતના નામે
ત્રીજા દિવસે લંચ બ્રેક સમયે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 108 રન છે. ભારતે ઈંગ્લેન્ડ પર 9 રનની લીડ લીધી છે. રોહિત શર્મા 47 અને ચેતેશ્વર પુજારા 14 રને રમતમાં છે.
Lunch at The Oval 🍲
— ICC (@ICC) September 4, 2021
The visitors take a lead of 9 runs but lose the wicket of KL Rahul. #WTC23 | #ENGvIND | https://t.co/zRhnFiKhzZ pic.twitter.com/joRlgotVhy
એન્ડરસને આપ્યો પ્રથમ ઝટકો
એન્ડરસને લોકેશ રાહુલને 46 રનના અંગત સ્કોર પર આઉટ કરીને ભારતનો પ્રથમ ઝટકો આપ્યો હતો. 35 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 83 રન છે. રોહિત શર્મા 36 અને ચેતેશ્વર પુજારા 0 રને રમતમાં છે.
ઓપનર્સની મક્કમ શરૂઆત
ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ઓપનરોએ મક્કમ શરૂઆત કરી છે. 31 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકટે 81 રન છે. કેએલ રાહુલ 45 અને રોહિત શર્મા 46 રને રમતમાં છે. ભારત ઈંગ્લેન્ડથી 18 રન પાછળ છે.
ભારત 50 રનને પાર
20 ઓવરના અંતે ભારતનો સ્કોર વિના વિકેટ 55 રન છે. રોહિત શર્મા 27 અને લોકેશ રાહુલ 27 રને રમતમાં છે. ભારત ઈંગ્લેન્ડથી હજુ 44 રન પાાછળ છે.
બીજા દિવસના અંતે ભારત 56 રન પાછળ
બીજા દિવસના અંતે ભારતે બીજી ઈનિંગમાં 16 ઓવરમાં વિના વિકેટે 43 રન કર્યા હતા. જે કારણે ઈંગ્લેન્ડની સરસાઈ 56 રનની રહી ગઈ હતી. રોહિત શર્મા 20 અને કેએલ રાહુલ 22 રને રમતમાં હતા.