IND vs ENG, 4th Test: ભારત 307 રનમાં ઓલઆઉટ, ધ્રુવ જુરેલ સદી ચૂક્યો, ઈંગ્લેન્ડને મળી 46 રનની લીડ
ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લીધી. તેણે 44 ઓવરમાં 119 રન આપ્યા હતા.
IND vs ENG, 4th Test: ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 307 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ધ્રુવ જુરેલ સદી ચૂકી ગયો હતો. તેણે 149 બોલનો સામનો કરીને 90 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન ધ્રુવે 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. કુલદીપ યાદવ 131 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 2 ફોર ફટકારી હતી. આ પહેલા યશસ્વીએ 117 બોલમાં 73 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે શાનદાર બોલિંગ કરી અને 5 વિકેટ લીધી. તેણે 44 ઓવરમાં 119 રન આપ્યા હતા. ટોમ હાર્ટલીએ 27.2 ઓવરમાં 68 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જેમ્સ એન્ડરસને પણ 2 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડને પ્રથમ ઈનિંગમાં 46 રનની લીડ મળી હતી.
It's Lunch on Day 3 of the Ranchi Test!
A narrow miss on a maiden Test ton but what a gutsy 90 from Dhurv Jurel! 👍 👍#TeamIndia added 88 runs to their overnight score to post 307 on the board.
Second Session coming up shortly.
Scorecard ▶️ https://t.co/FUbQ3Mhpq9… pic.twitter.com/NTJauz0Y8G — BCCI (@BCCI) February 25, 2024
બીજા દિવસે શું થયું
બીજા દિવસે પ્રથમ સત્રમાં ભારતે ઈંગ્લેન્ડને 353 રનમાં ઓલઆઉટ કર્યુ હતું. જો રૂટ 122 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સર્વાધિક 4 વિકેટ લીધી હતી. બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 177 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવે આઠમી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી હતી. ધ્રુવ જુરેલ 58 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન અને કુલદીપ યાદવ 72 બોલમાં એક ચોગ્ગાની મદદથી 17 રન બનાવીને રમતમાં હતા. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે સાત વિકેટે 219 રન બનાવ્યા હતા.
પ્રથમ દિવસે શું થયું
ભારત સામેની રાંચી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સની કેપ્ટનશીપવાળી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ જો રૂટે સદી ફટકારીને ઇનિંગ્સ પર કબજો જમાવ્યો હતો. તે પ્રથમ દિવસે 106 રન બનાવીને અણનમ રહ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી આકાશ દીપે શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ ઝડપી હતી.
ભારત અને ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન:
ભારત - યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
ઈંગ્લેન્ડ - જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), બેન ફોક્સ (વિકટકિપર), ટોમ હાર્ટલી, ઓલી રોબિન્સન, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન