IND vs ENG 5th Test Innings: ભારત પ્રથમ ઈનિંગમાં 416 રનમાં ઓલઆઉટ, જાડેજાના 104, પંતના 146 રન; એન્ડરસનની 5 વિકેટ
IND vs ENG: ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી ઓલઆઉટ થયું હતું. બુમરાહ 16 બોલમાં 31 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
IND vs ENG, 5th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 416 રન બનાવી ઓલઆઉટ થયું હતું. બુમરાહ 16 બોલમાં 31 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ભારત તરફથી પંતે 146, જાડેજાએ 104 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ એન્ડરસને 5, પોટ્સે 2, બ્રોડ, સ્ટોક્સ અને રૂટે 1-1 વિકેટ લીધી હતી.
ભારતે 100થી ઓછા રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ નોંધાવેલા સર્વોચ્ચ સ્કોર
- 453 (83/5) vs વેસ્ટ ઈન્ડિઝ, કોલકાતા, 2013
- 451 (92/5) vs વેસ્ટ ઈન્ડિઝ, ચેન્નઈ, 1983
- 416 (98/5) vs ઈંગ્લેન્ડ, બર્મિંગહામ, 2022
Innings Break!
— BCCI (@BCCI) July 2, 2022
Centuries from @RishabhPant17 (146) & @imjadeja (104) and an entertaining 31* from @Jaspritbumrah93 as #TeamIndia post 416 in the first innings.
Scorecard - https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/M9RtB5Hu02
ટેસ્ટ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી
- જસપ્રીત બુમરાહ, 35 રન, બોલરઃ સ્ટુઅર્ટ બ્રોડ, 2022
- બ્રાયન લારા, 28 રન, બોલરઃ આર પીટરસન, 2003
- જ્યોર્જ બેઈલી, 28 રન, બોલરઃ જેમ્સ એન્ડરસન, 2013
- કેશવ મહારાજ, 28 રન, બોલરઃ જો રૂટ, 2020
જાડેજાએ બનાવ્યો આ રેકોર્ડ
- મેચના બીજા દિવસની શરૂઆતમાં જ જાડેજાએ સદી પૂરી કરી હતી. આ સાથે એક અનોખો રેકોર્ડ બન્યો હતો. ટીમ ઈન્ડિયાની એક જ ઈનિંગમાં બે ડાબોડી બેટ્સમેને સદી ફટકારી હોય તેવી માત્ર ત્રીજી ઘટના બની હતી.
- સદા ગોપન રમેશ (110 રન) અને સૌરવ ગાંગુલી (125 રન) V ન્યૂઝીલેન્ડ, અમદાવાદ, 1999
- સૌરવ ગાંગુલી (239 રન) અને યુવરાજ સિંહ (169 રન) V પાકિસ્તાન, બેંગ્લુરુ, 2007
- રિષભ પંત (146 રન) અને રવિન્દ્ર જાડેજા (104 રન) V ઈંગ્લેન્ડ, એજબેસ્ટોન, 2022
રવિન્દ્ર જાડેજાએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
આ સિવાય રવિન્દ્ર જાડેજા એક જ કલેન્ડરમાં સાતમાં કે તેનાથી નીચલા ક્રમે બે ટેસ્ટ સદી ફટકારનારો ચોથો ખેલાડી બન્યો હતો. કપિલ દેવે 1986માં, મહેન્દ્ર ધોનીએ 2009માં, હરભજન સિંહે 2010માં અને જાડેજાએ 2022માં આ કારનામું કર્યુ છે.