શોધખોળ કરો

IND vs ENG: આવતીકાલથી માંચેસ્ટરમાં અંતિમ ટેસ્ટ, જાણો અહીં કેવો છે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

IND vs ENG: માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ટીમ ઈન્ડિયા 1936થી રમે છે. ભારતીય ટીમ અહીંયા અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન ચાર મુકાબલામાં હાર થઈ છે, જ્યારે 5 મેચ ડ્રો થઈ છે.

IND vs ENG: વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઓવલમાં યાદગાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડને 157 રનથી ધૂળ ચટાવી હતી. ભારતે આ મેદાન પર 50 વર્ષ બાદ ટેસ્ટ જીતી હતી. હવે બંને ટીમો વચ્ચે સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શુક્રવાર, તા. 10 સપ્ટેમ્બરથી માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે. હાલ ભારત પાંચ મેચની સીરિઝમાં 2-1થી આગળ છે. મેચ પહેલા ભારતે પ્રેક્ટિસ કરી હતી. ભારત માટે સારી વાત એ છે કે પૂજારા પણ ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. તે ચોથી ટેસ્ટમાં રન લેતી વખતે ઈન્જર્ડ થયો હતો અને ફિલ્ડિંગમાં પણ ઉતર્યો નહોતો.

માંચેસ્ટરમાં કેવો છે ભારતનો રેકોર્ડ

માંચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ટીમ ઈન્ડિયા 1936થી રમે છે. ભારતીય ટીમ અહીંયા અત્યાર સુધીમાં 9 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન ચાર મુકાબલામાં હાર થઈ છે, જ્યારે 5 મેચ ડ્રો થઈ છે. એટલે કે 85 વર્ષથી ભારત આ મેદાન પર જીતી શક્યું નથી.

યજમાન ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં આ મેદાન પર કુલ 81 ટેસ્ટ મેચ રમ્યું છે. જેમાંથી 31 મેચમાં જીત અને 15માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 35 મેચ ડ્રો રહી છે.

2014માં ટીમ ઈન્ડિયાની કારમી હાર થઈ હતી આ મેદાન પર

ભારતીય ટીમ માંચેસ્ટરમાં અંતિમ વખતે 2014માં ટેસ્ટ મેચ રમી હતી. તે સમયે ઈંગ્લેન્ડે એક ઈનિંગ અને 54 રનથી હાર આપી હતી. તે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે પ્રથમ ઈનિંગમાં માત્ર 152 રન બનાવ્યા હતા. ધોનીએ સર્વાધિક 71 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બ્રોડે 6 વિકેટ ઝડપી હતી અને યજમાન ટીમે બટલર, રૂટ અને બેલની અડધી સદીથી 367 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ભારત 162 રનમાં ખખડી ગયું હતું. અશ્વિને અણનમ 46 રન બનાવ્યા હતા અને મોઇન અલીએ 4 વિકેટ ઝડપી હતી.

માંચેસ્ટરમાં ભારતનો રેકોર્ડ

  • 1936- ડ્રો
  • 1946 – ડ્રો
  • 1952 – ઈંગ્લેન્ડનો ઈનિંગ અને 207 રનથી વિજય
  • 1959 – ઈંગ્લેન્ડ 171થી જીત્યું
  • 1971 – ડ્રો
  • 1974 – ઈંગ્લેન્ડ 113 રનથી જીત્યું
  • 1982 – ડ્રો
  • 1990 – ડ્રો
  • 2014 - ઈંગ્લેન્ડ ઈનિંગ અને 54 રનથી જીત્યું

આ પણ વાંચોઃ T20 World Cup:  ધોની 'મેન્ટર' બનતાં જ વિરાટ કોહલીને નહીં ગમતા આ ખેલાડીની ટીમમાં એન્ટ્રી, કોહલીના માનીતા ક્યા બે ખેલાડી થયા આઉટ ? 

ટી-20 વર્લ્ડકપની ભારતીય ટીમમાં 4 વર્ષ બાદ કયા ખેલાડીને સ્થાન મળતાં ફેલાયું આશ્ચર્ય, કોહલી સતત કરી રહ્યો છે અવગણના

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget