શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોટેરાની પીચ પર શું કરવામાં આવ્યુ હતુ જેના કારણે પહેલા જ દિવસે પડી ગઇ ટપોટપ 13 વિકેટો, જાણો વિગતે
પ્રથમ દિવસની રમત પણ પૂર્ણ થઇ ચૂકી છે, પરંતુ ખાસ વાત છે કે પ્રથમ દિવસે પીચનુ વર્તન અજબ ગજબનુ જોવા મળ્યુ. પ્રથમ દિવસે કુલ 13 વિકેટો પડી હતી. આમ ટપોટપ વિકેટો પડવા પાછળનુ કારણ હવે સામે આવ્યુ છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ત્રીજી અને ડે-નાઇટ ટેસ્ટ શરૂ થઇ ચૂકી છે. પ્રથમ દિવસની રમત પણ પૂર્ણ થઇ ચૂકી છે, પરંતુ ખાસ વાત છે કે પ્રથમ દિવસે પીચનુ વર્તન અજબ ગજબનુ જોવા મળ્યુ. પ્રથમ દિવસે કુલ 13 વિકેટો પડી હતી. આમ ટપોટપ વિકેટો પડવા પાછળનુ કારણ હવે સામે આવ્યુ છે.
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમ માત્ર 112 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. આમાં ભારતીય લેફ્ટ આર્મ સ્પીનર અક્ષર પટેલે તરખાટ મચાવતા 38 રન આપીને 6 વિકેટ ઝડપી, આ ઉપરાંત ઓફ સ્પીનર આર.અશ્વિને 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. એટલુ જ નહીં ભારતીય ટીમે પણ પ્રથમ દિવસે 3 વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં સ્પીનર જેક લીચે બે વિકેટો ઝડપી હતી.
ટપોટપ વિકેટો પડવા પાછળ આ છે કારણ....
મેચ શરૂ થયા પહેલા સુધી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું પણ માનવુ હતુ કે પીચ પર પિન્ક બૉલની સાથે શરૂઆતમાં ફાસ્ટ બૉલરોને મદદ મળી શકે છે. પરંતુ પ્રથમ દિવસની રમતમાં કંઇક બીજુ જ જોવા મળ્યુ.
પિન્ક બૉલ ટેસ્ટની પીચમાં સામાન્ય રીતે ઘાસ કવરની કેટલીક માત્રા હોય છે, જેથી નક્કી કરી શકાય કે બૉલ જલ્દીથી ચમક ના ખોવે. પરંતુ આ મેચ પહેલા અહીં પીચ પરથી ઘાસને હટાવી દેવામાં આવ્યુ હતુ. આ કારણે અહીં સ્પીનરોને મદદ મળી અને પ્રથમ દિવસે ટપોટપ વિકેટો પડવા માંડી હતી, એક જ દિસમાં કુલ 13 વિકેટો પડી ગઇ હતી.
(પ્રતિકાત્મક તસવીર)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion