શોધખોળ કરો
Advertisement
વિરાટ કોહલી ઝીરોમાં આઉટ થયો પછી તેની કઈ જૂની ટ્વિટ થઈ રહી છે જોરદાર વાયરલ?
ઇંગ્લિશ ટીમ પર ભારતીય ટીમ ભારે પડી રહી હોવા છતાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને સોશ્યલ મીડિયા ટ્વીટર મજાક ઉડી રહી છે. આ મજાક તેને શૂન્ય રને આઉટ થવા પર ઉડી રહી છે. ખરેખરમાં સાત વર્ષ પહેલાની એક ટ્વીટ પર લોકો મીમ્સ બનાવીને વાયરલ કરી રહ્યાં છે
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની પક્કડ મજબૂત છે. ઇંગ્લિશ ટીમ પર ભારતીય ટીમ ભારે પડી રહી હોવા છતાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને સોશ્યલ મીડિયા ટ્વીટર મજાક ઉડી રહી છે. આ મજાક તેને શૂન્ય રને આઉટ થવા પર ઉડી રહી છે. ખરેખરમાં સાત વર્ષ પહેલાની એક ટ્વીટ પર લોકો મીમ્સ બનાવીને વાયરલ કરી રહ્યાં છે.
કેપ્ટન વિરાટ કોહલી ઇંગ્લિશ સ્પિનર મોઇન અલીની બૉલ પર 150મી ઇનિંગમાં શૂન્ય રને આઉટ થઇ ગયો, મોઇન અલીના મેજિક બૉલને કોહલી રમી ના શક્યો અને તેનુ સ્ટમ્પ ઉખડી ગયુ હતુ. આ ઘટનાથી ખુદ કોહલી પણ આશ્ચર્યચકિત થઇ ગયો હતો. આ ઘટનાને માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વીટર પર લોકો એક સાત વર્ષ જુના ટ્વીટ સાથે મેચ કરી રહ્યાં છે.
ખરેખરમાં સાત વર્ષ પહેલા વિરાટ કોહલીએ એક ટ્વીટ કર્યુ હતુ. જે ટ્વીટમાં કોહલીએ લખ્યું હતુ- "What have I done? (મે આ શુ કર્યુ?)... આના પર લોકો ક્વિક રિસ્પૉન્સ આપી રહ્યાં છે કે કોહલી તે આ કર્યુ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement