IND vs ENG: બીજા દિવસની રમત સમાપ્ત,ઈંગ્લિશ બોલરો સામે ભારતીય બેટ્સમેનો ઘૂંટણીયે
IND vs ENG 4th Test Day 2 Highlights: બીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. ભારતીય ટીમ રાંચીમાં મુશ્કેલીમાં જણાઈ રહી છે. એક સમયે ભારતીય ટીમે 177 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.
IND vs ENG 4th Test Day 2 Highlights: બીજા દિવસની રમત સમાપ્ત થઈ છે. ભારતીય ટીમ રાંચીમાં મુશ્કેલીમાં જણાઈ રહી છે. એક સમયે ભારતીય ટીમે 177 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવે આઠમી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી હતી. ધ્રુવ જુરેલ 58 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન અને કુલદીપ યાદવ 72 બોલમાં એક ચોગ્ગાની મદદથી 17 રન બનાવીને રમતમાં છે. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે સાત વિકેટે 219 રન બનાવી લીધા હતા. ટીમ ઈન્ડિયા હવે ઈંગ્લેન્ડથી 134 રન પાછળ છે. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીર સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય ટોમ હાર્ટલીને બે સફળતા મળી.
Stumps on Day 2 in Ranchi!
— BCCI (@BCCI) February 24, 2024
A valuable unbeaten partnership between Dhruv Jurel and Kuldeep Yadav helps #TeamIndia move to 219/7 👏
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/fhnl0yrMbP
ભારતીય બેટ્સમેનોનો ફ્લોપ શો...
ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 353 રન પર સમેટાઈ ગયો હતો. જેના જવાબમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવીને વોકઆઉટ થયો હતો. તે સમયે ભારતનો સ્કોર 4 રન હતો. જો કે આ પછી યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. બંને બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે બીજી વિકેટ માટે 82 રન જોડ્યા હતા. પરંતુ ત્યારબાદ ભારતીય બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરવા લાગ્યા.
ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ શોએબ બશીર સમક્ષ ઘૂંટણીયે
શુભમન ગિલ 38 રન બનાવીને શોએબ બશીરનો શિકાર બન્યો હતો. રજત પાટીદારે ફરી એકવાર નિરાશ કર્યા. રજત પાટીદાર 17 રન બનાવીને શોએબ બશીરના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ બશીરે રવિન્દ્ર જાડેજાને પોતાનો શિકાર બનાવ્યો હતો. જ્યારે સરફરાઝ ખાન ટોમ હાર્ટલીના બોલ પર 14 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ મજબૂતીથી એક છેડો પકડી રાખ્યો હતો. ધ્રુવ જુરેલને કુલદીપ યાદવનો સારો સાથ મળ્યો. ધ્રુવ જુરેલ અને કુલદીપ યાદવ વચ્ચે આઠમી વિકેટ માટે 42 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ છે.
ઈંગ્લેન્ડ 353 રનમાં ઓલઆઉટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની ચોથી ટેસ્ટ રાંચીમાં રમાઈ રહી છે. બીજા દિવસે સવારે ઈંગ્લેન્ડની ટીમ 353 રનમાં ઓલઆઉટ થઈ હતી. જો રૂટે અણનમ 122 રન બનાવ્યા હતા. જાડેજાએ 67 રનમાં 4 વિકેટ, મોહમ્મદ સિરાજે 78 રનમાં 2 વિકેટ, આકાશદીપે 83 રનમાં 3 વિકેટ, અશ્વિને 83 રનમાં 1 વિકેટ લીધી હતી.
પ્રથમ દિવસે શું થયું
ભારત સામેની રાંચી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે 7 વિકેટ ગુમાવીને 302 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સની કેપ્ટનશીપવાળી ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ જો રૂટે સદી ફટકારીને ઇનિંગ્સ પર કબજો જમાવ્યો હતો. તે પ્રથમ દિવસે 106 રન બનાવીને અણનમ રહ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી આકાશ દીપે શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ ઝડપી હતી.