શોધખોળ કરો

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

Ind Vs ENG: ભારતીય કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડના હાથે ત્રીજી વનડેમાં 27 રનથી મળેલી હાર બાદ સિરીઝ ગુમાવવાનો દોષ ડેથ ઓવરોમાં રન પર અંકુશ લગાવવામાં નિષ્ફળ રહેલા બોલરો પર મઢ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ત્રીજી વનડેમાં ભારત ૨૭ રનથી હાર્યું, ઇંગ્લેન્ડ શ્રેણી જીત્યું.
  • શુભમન ગિલે ડેથ ઓવરોમાં વધુ રન આપવા બોલરોને જવાબદાર ઠેરવ્યા.
  • બેન ડકેટની સદીથી ઇંગ્લેન્ડે ૩૮૭ રનનો વિશાળ લક્ષ્ય આપ્યો.
  • રોહિત-કોહલીની ઇનિંગ્સ છતાં ભારત લક્ષ્યાંક સુધી પહોંચી શક્યું નહીં.

Ind Vs ENG: ભારતીય કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડના હાથે ત્રીજી વનડેમાં 27 રનથી મળેલી હાર બાદ સિરીઝ ગુમાવવાનો દોષ ડેથ ઓવરોમાં રન પર અંકુશ લગાવવામાં નિષ્ફળ રહેલા બોલરો પર મઢ્યો.

મેચના નિર્ણાયક મોડ વિશે પૂછવામાં આવતા ગિલે કહ્યું કે ઇંગ્લેન્ડની ઇનિંગ્સની છેલ્લી ઓવરોમાં ઘણા રન બન્યા. તેમણે મેચ પછી કહ્યું, ''અમે 45મી ઓવર સુધી મેચમાં હતા પરંતુ છેલ્લી ત્રણ ઓવરોમાં ઘણા રન આપી દીધા અને ત્યાંથી જ મેચ આપણા હાથમાંથી નીકળી ગઈ.''

આ પણ વાંચો...IND vs ENG: લોર્ડ્સમાં રોહિત અને કોહલીએ રચ્યો ઇતિહાસ, 400 મેચ રમનારી પ્રથમ ભારતીય જોડી બની

તેમણે કહ્યું, ''અમને લાગ્યું કે 40 ઓવર પછી જો વિકેટ બચેલી રહેશે તો અમે મેચ જીતી લઈશું, પરંતુ અમે બહુ પાછળ પણ રહેવા નહોતા માગતા. પાવરપ્લે પછી અમે 6 થી 6.5 રન પ્રતિ ઓવર બનાવવા માગતા હતા અને છેલ્લી દસ ઓવરોમાં દસના દરથી રન જોઈતા હતા.''

લોર્ડ્સમાં ઇતિહાસ રચવાથી ચૂક્યું ભારત, રોહિત શર્માની 'સાહસિક' સદી એળે ગઈ; 387 બનાવીને 27 રનથી જીત્યું ઇંગ્લેન્ડ

ગિલે સદી ફટકારનાર રોહિત શર્માના વખાણ કરતા કહ્યું કે તેમણે બતાવી દીધું કે તેઓ દુનિયાના સર્વશ્રેષ્ઠ વનડે બેટ્સમેનોમાં કેમ ગણાય છે. તેમણે કહ્યું, ''રોહિત અને કોહલીએ આટલા વર્ષોમાં દુનિયાના અલગ-અલગ ખૂણાઓમાં સારું પ્રદર્શન કર્યું છે. રોહિતે શાનદાર બેટિંગ કરી. વિકેટ ધીમી થઈ ગઈ હતી જેના પર શોટ્સ મારવા સરળ નહોતા.''

સિરીઝ જીતવાથી ચૂક્યું ભારત

લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડે 27 રનથી બાજી મારી. યજમાન ઇંગ્લેન્ડે બેન ડકેટ (141 રન)ની 'ઐતિહાસિક' ઇનિંગ્સના દમ પર 387 રનનો વિશાળ ટાર્ગેટ ઊભો કર્યો હતો. જવાબમાં ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવાથી ચૂકી ગઈ, અને નિર્ધારિત ઓવરોમાં 360 રન જ બનાવી શકી. ભારત માટે રોહિત શર્માએ 138 અને વિરાટ કોહલીએ 74 રનની ઇનિંગ્સ રમી હતી, પરંતુ આ બંને માત્ર હારના અંતરને જ ઓછું કરી શક્યા. જોકે, 388 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે એક સમયે ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ કરતાં પણ આગળ ચાલી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે ભારતીય ક્રિકેટનો ઇતિહાસ આજે બદલાઈ જશે, પરંતુ અંતિમ ઓવરોમાં ઇંગ્લેન્ડે બાજી મારી લીધી. આ જીત સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચોની સિરીઝ 2-1 થી પોતાના નામે કરી લીધી.

Frequently Asked Questions

ભારતીય કેપ્ટન શુભમન ગિલે ત્રીજી વનડેમાં હારનું કારણ શું જણાવ્યું?

ગિલે જણાવ્યું કે ડેથ ઓવરોમાં બોલરો રન પર અંકુશ લગાવવામાં નિષ્ફળ રહ્યા. છેલ્લી ત્રણ ઓવરોમાં ઘણા રન આપી દેવાથી મેચ હાથમાંથી નીકળી ગઈ હતી.

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ત્રીજી વનડેનું પરિણામ શું આવ્યું?

ત્રીજી વનડેમાં ઇંગ્લેન્ડ 27 રનથી જીત્યું અને ત્રણ મેચોની સિરીઝ 2-1 થી પોતાના નામે કરી લીધી. ઇંગ્લેન્ડે ભારતને 388 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ભારત તરફથી કયા ખેલાડીઓએ ત્રીજી વનડેમાં સારો દેખાવ કર્યો?

ભારત માટે રોહિત શર્માએ 138 રન અને વિરાટ કોહલીએ 74 રનની ઇનિંગ્સ રમી હતી. શુભમન ગિલે પણ રોહિતની શાનદાર બેટિંગના વખાણ કર્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Embed widget