શોધખોળ કરો

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

Rohit Sharma Lords century: 387 રનના લક્ષ્યાંક સામે બંનેએ 147 રનની ઐતિહાસિક ઓપનિંગ ભાગીદારી નોંધાવી; રોહિતે શાનદાર સદી ફટકારીને સૌરવ ગાંગુલીનો જૂનો રેકોર્ડ તોડ્યો..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રોહિત-ગિલે લોર્ડ્સમાં 147 રનની ભારતીય ઓપનિંગ ભાગીદારી નોંધાવી.
  • શુભમન ગિલે 77 રન કર્યા, રોહિત શર્માએ સદી ફટકારી.
  • રોહિત શર્મા લોર્ડ્સમાં પ્રથમ ભારતીય ODI સદી ફટકારી.

Rohit Sharma Lords century: ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે કમાલ કરી દીધી છે. 387 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આ જોડીએ 147 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવીને એક નવો ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ લોર્ડ્સના મેદાન પર ભારત તરફથી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ હવે આ બંનેના નામે થઈ ગયો છે. આ રોમાંચક મેચમાં ગિલે 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જ્યારે કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારીને એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

શરૂઆતથી જ આક્રમક બેટિંગ અને ઐતિહાસિક ભાગીદારી

ઇંગ્લેન્ડ સામેની આ નિર્ણાયક મેચમાં યજમાન ટીમે પ્રથમ બેટિંગ કરતા 387 રનનો તોતિંગ સ્કોર ઊભો કર્યો હતો. આ મોટા સ્કોરના દબાણ વચ્ચે જ્યારે રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા, ત્યારે તેમણે શરૂઆતથી જ અંગ્રેજ બોલરો પર દબાણ બનાવવાનું શરૂ કર્યું. બંનેએ શાનદાર તાલમેલ બતાવીને પહેલી વિકેટ માટે 147 રન જોડ્યા. તમને જણાવી દઈએ કે, લોર્ડ્સના મેદાન પર વનડે ક્રિકેટમાં કોઈપણ ભારતીય ઓપનિંગ જોડી દ્વારા નોંધાયેલી આ સૌથી મોટી ભાગીદારી છે. શુભમન ગિલ ભલે પોતાની સદી પૂરી ન કરી શક્યો અને 77 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો, પરંતુ તેણે કેપ્ટન સાથે મળીને ભારતને જે મજબૂત શરૂઆત અપાવી, તે મેચનો ટર્નિંગ પોઈન્ટ બની હતી.

લોર્ડ્સમાં ઓપનિંગ ભાગીદારીના રેકોર્ડ્સ

રસપ્રદ વાત એ છે કે, આ જ મેચમાં ઇંગ્લેન્ડના ઓપનર જેકબ બેથેલ અને બેન ડકેટે પણ જબરદસ્ત કમાલ કરી હતી. તેમણે પહેલી વિકેટ માટે 192 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી, જે લોર્ડ્સના મેદાન પર અત્યાર સુધીની એકંદરે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે. રોહિત અને ગિલની 147 રનની ભાગીદારી હવે આ એલાઈટ લિસ્ટમાં બીજા નંબરે આવી ગઈ છે.

જોકે, લોર્ડ્સમાં ભારત માટે કોઈપણ વિકેટ માટેની સૌથી મોટી ભાગીદારીની વાત કરીએ તો, તે રેકોર્ડ હજુ પણ એમએસ ધોની અને સુરેશ રૈનાના નામે અકબંધ છે. આ બંને દિગ્ગજોએ વર્ષ 2014માં આ જ મેદાન પર પાંચમી વિકેટ માટે 169 રનની ઐતિહાસિક ભાગીદારી કરી હતી, જેને હજુ સુધી કોઈ તોડી શક્યું નથી.

આ પણ વાંચોઃ લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

રોહિત શર્માની સદી: ગાંગુલીનો રેકોર્ડ તૂટ્યો

શાનદાર ભાગીદારી ઉપરાંત આ મેચ રોહિત શર્માની ધમાકેદાર સદી માટે પણ યાદ રાખવામાં આવશે. હિટમેને બિલકુલ નિર્ભય થઈને રમીને માત્ર 84 બોલમાં જ પોતાની સદી પૂરી કરી લીધી હતી. આ સદી સાથે જ તે લોર્ડ્સના મેદાન પર વનડે ઇતિહાસમાં સદી ફટકારનાર સૌપ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ ઐતિહાસિક મેદાન પર વનડેમાં ભારત તરફથી સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામે હતો, જેમણે વર્ષ 2004માં 90 રનની યાદગાર ઇનિંગ રમી હતી. હવે રોહિતે સદી ફટકારીને આ વર્ષો જૂનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

Frequently Asked Questions

લોર્ડ્સના મેદાન પર ભારત તરફથી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી કોણે નોંધાવી?

રોહિત શર્મા અને શુભમન ગિલે 147 રનની શાનદાર ઓપનિંગ ભાગીદારી નોંધાવી છે. આ લોર્ડ્સમાં કોઈપણ ભારતીય ઓપનિંગ જોડી દ્વારા સૌથી મોટી ભાગીદારી છે.

વનડેમાં લોર્ડ્સના મેદાન પર સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન કોણ છે?

રોહિત શર્મા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર વનડે ક્રિકેટમાં સદી ફટકારનાર સૌપ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

રોહિત શર્માએ લોર્ડ્સમાં સદી ફટકારીને કયો ભારતીય રેકોર્ડ તોડ્યો?

રોહિત શર્માએ પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો 2004માં 90 રનનો રેકોર્ડ તોડ્યો છે. તેમની સદી લોર્ડ્સમાં વનડેમાં ભારતીય દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget