શોધખોળ કરો

Ind vs Eng T20: સૂર્યકુમાર યાદવને આઉટ આપવા પર વીરેન્દ્ર સેહવાગ ભડક્યો, ટ્વીટર પર શેર કર્યુ મીમ્સ 

સૂર્યકુમાર યાદવે પોતાના ટી20 કેરિયરમાં બેટિંગની શરુઆત સિક્સ ફટકારીને કરી હતી. સૂર્યકુમારે આર્ચરની બોલ પર સિક્સ ફટકારીને ઈનિંગની શરુઆત કરી હતી.

અમદાવાદ: ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી20 મેચની સીરિઝની ચોથી મેચ રમાઈ રહી છે. સૂર્યકુમાર યાદવે પોતાના ટી20 કેરિયરમાં બેટિંગની શરુઆત સિક્સ ફટકારીને કરી હતી. સૂર્યકુમારે આર્ચરની બોલ પર સિક્સ ફટકારીને ઈનિંગની શરુઆત કરી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા 31 બોલમાં 57 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગ દરમિયાન તેણે ત્રણ સિક્સ અને 4 ફોર મારી હતી.  

સૂર્યકુમાર સેમ કરનની બોલિંગમાં મલાનના હાથે કેચ થયો હતો. અમ્પાયર દ્વારા સોફ્ટ સિગ્નલ આપવાના કારણે તેને આઉટ આપવામાં આવ્યો હતો.   મેદાન પરના અમ્પાયરના સોફ્ટ સિગ્નલ આઉટ આપવા પર થર્ડ અમ્પયારે અનેકવાર રિપ્લે જોયા બાદ યાદવને આઉટ આપ્યો હતો. જો કે, રિપ્લેમાં જોઈ શકાતું હતું મલાનના હાથમાંથી બોલ જમીન સાથે અડતો નજર આવે છે. પરંતુ કોઈ ચોક્કસ સાબિત ન થતા તેને આઉટ આપવામાં આવ્યો હતો.  સૈમ કરનની બોલિંગમાં સૂર્યકુમાર યાદવે ફટકારેલા શૉટને ડેવિડ મલાને બાઉન્ડ્રી પર કેચ કર્યો હતો. કેચ શંકાસ્પદ જણાતા થર્ડઅમ્પાયર પાસે રિવ્યૂ લેવાયો હતો. 

સૂર્યકુમાર યાદવને આ રીતે આઉટ આપવા પર વિરેન્દ્ર સેહવાગ ભડક્યો હતો. તેમણે ટ્વિટર પર એક મીમ્સ શેર કર્યું હતું. સૂર્યકુમાર યાદવે બીજી મેચમાં ડેબ્યુ કર્યું હતું પરંતુ તેને બેટિંગ માટે તક મળી નહોતી.  

 રોહિત શર્માએ ટી20માં પૂરા કર્યા 9000 રન 

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં રોહિત શર્મા માત્ર 12 રન બનાવી શક્યો હતો. પરંતુ તેણે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરી લીધા છે. આ ઉપલબ્ધિ મેળવનાર રોહિત ભારતનો બીજો અને દુનિયાનો બીજો બેટ્સમેન બની ગયો છે.  ટી20માં પોતાની 342 મી મેચ રમનાર રોહિતને આ મુકામ સુધી પહોંચવા માટે માત્ર 11 રનની જરૂર હતી. તેણે આદિલ રશીદની ઇનિંગની પ્રથમ ઓવરમાં સિક્સ, ફોર અને એક રન લઈને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

રોહિતના નામે હવે ટી20 માં 9001 રન છે. જેમાં ટી20 ઇન્ટરનેશનલના 2800 રન પણ સામેલ છે. રોહિત પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આ સિદ્ધી મેળવી હતી. આ મેચ પહેલા તેના નામે 302 મેચમાં 9650 રન નોંધાયા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget