શોધખોળ કરો

IND vs ENG Test: બેયરસ્ટો-રૂટે ભારતીય બોલરોની નિર્દયતાથી ધોલાઈ કરીને ભૂંડી રીતે આપી હાર, બનાવ્યો આ મોટો રેકોર્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 7 વિકેટથી મેચ જીતી લીધી છે. જો રુટ અને જોની બેયરસ્ટોના શાનદાર શતક સાથે ઈંગ્લેન્ડે ભારતને 7 વિકેટથી હાર આપી હતી.

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે 7 વિકેટથી મેચ જીતી લીધી છે. જો રુટ અને જોની બેયરસ્ટોના શાનદાર શતક સાથે ઈંગ્લેન્ડે ભારતને 7 વિકેટથી હાર આપી હતી. આ સાથે ઈંગ્લેન્ડે 5 ટેસ્ટ મેચની સીરીઝ 2-2થી ડ્રો કરાવી છે. ભારતે ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને યજમાન ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી બીજી ઇનિંગ્સમાં જો રૂટ અને જોની બેયરસ્ટોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 

ઈંગ્લેન્ડે અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ મેળવ્યોઃ
ભારત સામેની આ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ઈતિહાસ રચ્ચો છે. ભારતે આપેલા 378 રનના ટાર્ગેટને ઈંગ્લેન્ડે 3 વિકેટ ગુમાવીને મળવી લીધો હતો. આ સાથે ઈંગ્લેન્ડે તેના ટેસ્ટ ક્રિકેટનો અત્યાર સુધીનો સૌથી વધુ રનનો ટાર્ગેટ મેળવીને જીત નોંધાવી છે. આ પહેલાં 2019માં ઓસ્ટ્રેલીયા સામે 359 રનનો ટાર્ગેટ મેળવીને ઈંગ્લેન્ટે ટેસ્ટ મેચ જીતી હતી. આ પેલાં વર્ષ 1928-29માં ઓસ્ટ્રેલિયાએ આપેલો 332 રનનો ટાર્ગેટ પણ ઈંગ્લેન્ટે મેળવીને મેચ જીતી હતી. જ્યારે વર્ષ 2000માં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલીયાએ આપેલા 315 રનના ટાર્ગેટનો પીછો કરીને મેચ જીતી હતી.

ઈંગ્લેન્ડે આ ટીમો સામે સૌથી વધુ રનનો ટાર્ગેટ મેળવી જીત નોંધાવીઃ
378 રન vs ભારત - એજબેસ્ટન - 2022
359 રન vs ઓસ્ટ્રેલિયા - લિડ્સ - 2019
332 રન vs ઓસ્ટ્રેલિયા - મેલબોર્ન - 1928/29
315 રન vs ઓસ્ટ્રેલિયા - લિડ્સ - 2000

ઈંગ્લેન્ડે પ્રથમ વખત આટલા મોટા લક્ષ્યનો પીછો કર્યો

ભારત સામે રમાયેલી એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીના પોતાના સૌથી મોટા રનનો પીછો કર્યો છે. ઇંગ્લેન્ડે આ પહેલા ક્યારેય ટેસ્ટમાં 360 રનથી વધુના લક્ષ્યનો પીછો કર્યો ન હતો. તે જ સમયે, ભારત સામે પ્રથમ વખત, કોઈપણ ટીમે 340 રનથી વધુના લક્ષ્યનો પીછો કર્યો હતો. 

ભારતનું પ્રદર્શનઃ

પહેલી ઈનિંગમાં ઋષભ પંતના શતક સાથે ભારતે કુલ 416 રન બનાવ્યા હતા જેની સામે ઈંગ્લેન્ડે ફક્ત 284 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બીજી ઈનિંગમાં ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતની શાનદાર ઈનિંગ સાથે ભારતે કુલ 245 રન બનાવ્યા હતા. આમ ઈંગ્લેન્ડને જીત માટે 378 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી

Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર

PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન

ABP Premium

વિડિઓઝ

PM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલSurat News । સુરતમાં બે જર્જરિત મકાન થયા ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

Embed widget