(Source: ECI/ABP News/ABP Majha)
IND Vs ENG: વિરાટ કોહલીએ સ્વીકારી હાર, મેચ બાદ કહી આ મોટી વાત
ઇંગ્લેન્ડે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે ભારતને 6 વિકેટે હરાવ્યું છે. 337 રનનો પીછો કરતાં ઇંગ્લિશ ટીમે 43.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. 124 રનની શાનદાર ઈનિંગ રમનાર બેરસ્ટોએ જેસન રોય સાથે પ્રથમ વિકેટ માટે 110 અને ફરી 99 રન બનાવનાર સ્ટોક્સ સાથે બીજી વિકેટ માટે 175 રનની પાર્ટનરશીપ કરી હતી. બેરસ્ટોને આ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.
IND Vs ENG: બીજી વનડેમાં ટીમ ઈન્ડિયા(Team india)એ હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડની ટીમે 337 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 43.3 ઓવરમાં ચાર વિકેટે હાંસિલ કર્યો હતો. ટીમ ઈન્ડિયા કેપ્ટન વિરાટ કોહલી(Virat kohli) એ પોતાની હારનો સ્વીકાર કર્યો. વિરાટ કોહલીનું કહેવું છે કે જોની બેરસ્ટો (Jonny Bairstow)અને બેન સ્ટોક્સ( Stokes)ની ઈનિંગે મેચ ઈન્ડિયા પાસેથી છીનવી લીધી હતી.
ઇંગ્લેન્ડે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે ભારતને 6 વિકેટે હરાવ્યું છે. 337 રનનો પીછો કરતાં ઇંગ્લિશ ટીમે 43.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. 124 રનની શાનદાર ઈનિંગ રમનાર બેરસ્ટોએ જેસન રોય સાથે પ્રથમ વિકેટ માટે 110 અને ફરી 99 રન બનાવનાર સ્ટોક્સ સાથે બીજી વિકેટ માટે 175 રનની પાર્ટનરશીપ કરી હતી. બેરસ્ટોને આ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.
કોહલીએ કહ્યું, અમે આ મેચમાં શાનદાર હિટિંગ જોઈ. સ્ટોક્સ અને બેયરસ્ટોએ શાનદાર બેટિંગ કરી. અમને આ ભાગીદારી દરમિયાન મેચમાં પાછા ફરવાની તક ન મળી. અમે હારનો સ્વીકાર કરીએ છીએ. અમે કોઈ પણ પ્રકારના બહાના નથી કરી રહ્યા. અમે બે દિવસ પહેલા આ પ્રકારના સ્કોરને બચાવ કર્યો હતો પરંતુ આજે પોતાની રણનીતિને યોગ્ય ન કરી શક્યા.
કોહલીએ આ મેચમાં 66 રન બનાવ્યા હતા. તે ઘણા સમયથી સદી નથી બનાવી શક્યો. કોહલીએ કહ્યું હું મારા જિવનમાં ક્યારેય સદી પાછળ નથી ભાગ્યો. કદાચ એટલે જ મે આટલા ઓચા સમયમાં આટલી સદી મેળવી છે. ટીમ માટે જીત વધારે જરુરી છે. જો મને ત્રણ અંકનો સ્કોર મળે છે અને ટીમ નથી જીતતી તો તેનો મતલબ કંઈ નથી.
જોની બેરિસ્ટો, જેસોન રોય અને બેન સ્ટોક્સની આક્રમક બેટિંગની મદદથી ઈંગ્લેન્ડે શાનદાર જીતી મેળવી હતી. ઈંગ્લેન્ડની ટીમ 43.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી. આ સાથેજ ત્રણ મેચની સીરિઝમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડ તરફથી બેરિસ્ટોએ 124 રન, બેન સ્ટોક્સ 99 રન અને જેસોન રોયે 55 રન બનાવ્યા હતા.
બેન સ્ટોક્સ 1 રન માટે સદી ચૂક્યો હતો. તેણે પોતાના વનડે કરિયરની 21મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 4 ફોર અને 10 સિક્સની મદદથી 99 રન કર્યા. તે ભુવનેશ્વર કુમારની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો.