IND vs IRE 1st T20: આજે આયરલેન્ડ સામે પ્રથમ ટી-20 , બુમરાહ પર રહેશે તમામની નજર
IND vs IRE 1st T20: આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં લગભગ તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે
IND vs IRE 1st T20: ભારત અને આયરલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝની પ્રથમ મેચ આજે એટલે કે શુક્રવાર, 18 ઓગસ્ટે રમાશે. આયરલેન્ડ સામેની શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં ઘણા નવા ચહેરા જોવા મળશે. આ સીરીઝ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
💬 💬 "Very happy to be back."
— BCCI (@BCCI) August 17, 2023
Captain Jasprit Bumrah - making a comeback - takes us through his emotions ahead of the #IREvIND T20I series. #TeamIndia | @Jaspritbumrah93 pic.twitter.com/IR9Rtp26gi
આયરલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં લગભગ તમામ સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ આ ટીમનો કેપ્ટન છે. આ સાથે જ ટીમમાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, શાહબાદ અહેમદ, શિવમ દુબે અને જીતેશ શર્મા જેવા યુવા ખેલાડીઓ છે.
ભારતીય ટીમ જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપમાં રમશે
ભારતીય ટીમની કેપ્ટનશીપ જસપ્રીત બુમરાહ કરશે, જે તેની પીઠની ઇજામાંથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયા પછી લાંબા સમય પછી મેદાન પર પરત ફરવાનો છે. આ સિવાય આ સીરિઝ માટે રિંકુ સિંહ અને જીતેશ શર્માને પણ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા છે.વાયાકોમ-18ને ભારત અને આયરલેન્ડ વચ્ચેની T20 શ્રેણીના પ્રસારણ અધિકારો મળ્યા છે.
બુમરાહે આયરલેન્ડ સામેની પ્રથમ ટી-20 અગાઉ કહ્યું હતું કે જ્યારે ઇજામાંથી સ્વસ્થ થવામાં સમય લાગે છે, ત્યારે તે નિરાશાજનક હોઈ શકે છે." મારી જાત પર શંકા કરવાને બદલે, હું વિચારી રહ્યો હતો કે કેવી રીતે ફિટ થઈને વાપસી કરું. હું વર્લ્ડ કપની દરેક મેચમાં 10 ઓવર નાખવાનું વિચારી રહ્યો હતો. મને લાગતું ન હતું કે મારી કારકિર્દી ખતમ થઈ ગઇ છે. હું ઉકેલ શોધી રહ્યો હતો અને જ્યારે ઉકેલ મળ્યો ત્યારે મને સારું લાગ્યું.
આયરલેન્ડ સામેની ટી20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયા
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને અવેશ ખાન.