IND vs IRE 1st T20I: પ્રથમ ટી20માં ભારતની જીત, DL પદ્ધતિથી આવ્યું પરિણામ
IND vs IRE T20I Score Live: અહીં તમને ભારત અને આયર્લેન્ડની પ્રથમ T20 નો લાઇવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.

Background
ભારતે આયર્લેન્ડને 2 રને હરાવ્યું
ભારતે પ્રથમ T20 મેચમાં આયર્લેન્ડને 2 રને હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમ 3 T20 મેચોની શ્રેણીમાં 1-0થી આગળ થઈ ગઈ છે. ભારતીય ટીમને જીતવા માટે 140 રનનો ટાર્ગેટ હતો. ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવ્યા હતા, ત્યારબાદ વરસાદ આવ્યો હતો. આ વરસાદ બાદ રમત ફરી શરૂ થઈ શકી નથી. જો કે ભારતીય ટીમને ડકવર્થ લુઈસ નિયમ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવી હતી.
વરસાદના કારણે રમત રોકવી પડી
ડબલિનમાં વરસાદને કારણે રમત રોકવી પડી હતી. વરસાદના કારણે રમત બંધ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 6.5 ઓવરમાં 2 વિકેટે 47 રન બનાવી લીધા છે. યશસ્વી જયસ્વાલ ઉપરાંત તિલક વર્મા પેવેલિયન પરત ફર્યા છે. અત્યારે ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન ક્રિઝ પર છે. હવે ભારતીય ટીમને જીતવા માટે 93 રનની જરૂર છે.




















