IND vs IRE: આજે આયરલેન્ડ સામે ત્રીજી ટી-20 મેચ, આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન
IND Vs IRE 3rd T20: ત્રીજી ટી-20માં 29 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે
IND Vs IRE 3rd T20: ટીમ ઈન્ડિયા બુધવારે આયરલેન્ડ સામે ક્લીન સ્વીપ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ભારત અને આયરલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ ડબલિનના ધ વિલેજ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
જસપ્રીત બુમરાહની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયા ત્રીજી ટી-20 મેચ જીતીને આયરલેન્ડનો સફાયો કરવા ઈચ્છશે. ત્રીજી ટી-20 મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
🗣️🗣️ I want to do well and I'm pretty confident playing one day cricket.@TilakV9 describes his feelings after getting selected for #AsiaCup2023 👌👌 - By @RajalArora #TeamIndia pic.twitter.com/79A85QGcug
— BCCI (@BCCI) August 22, 2023
ભારતીય ટીમ બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને અજમાવવા માંગશે. આ સાથે જ આયરલેન્ડ ખરાબ પ્રદર્શન કરનારા ખેલાડીઓની જગ્યાએ કેટલાક નવા ચહેરાઓને તક આપવા માંગશે. જેમાં રોસ અડાયર અને ગેરેથ ડેલેની જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
ટીમ ઈન્ડિયા 3 ફેરફાર સાથે ઉતરી શકે છે
ત્રીજી ટી-20માં 29 વર્ષીય વિકેટ કીપર બેટ્સમેન જીતેશ શર્માને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. તે ટીમમાં સંજુ સેમસનનું સ્થાન લઈ શકે છે. આ સિવાય શાહબાઝ અહેમદને વોશિંગ્ટન સુંદરના સ્થાને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં પણ ફેરફાર થઈ શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા અથવા અર્શદીપમાંથી કોઈ એકને આરામ આપીને મુકેશ કુમારને તક આપી શકાય છે.
પિચ રિપોર્ટ
જો કે ધ વિલેજના મેદાનમાં મોટા સ્કોર જોવા મળી રહ્યા છે, પરંતુ પ્રથમ ટી-20મા અહીંની પીચ ઘણી ધીમી હતી. બીજી ટી-20માં પણ ભારતીય ટીમ 18 ઓવર સુધી ઝડપી સ્કોર કરી શકતી ન હતી, પરંતુ છેલ્લી બે ઓવરમાં 42 રન બનાવ્યા અને પછી સ્કોર 180ને પાર કરી ગયો. પીચ ફરી એકવાર બેટ્સમેનોને મદદ કરશે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, રિંકુ સિંહ, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ (કેપ્ટન) અને મુકેશ કુમાર.