IND vs IRE: ભારત-આયરલેન્ડ વચ્ચેની આજની બીજી ટી20માં કયા સમયે પડશે વરસાદ ? વાંચો લેટેસ્ટ વેધર રિપોર્ટ
ભારત-આયરલેન્ડ સીરીઝની પ્રથમ મેચની બીજી ઇનિંગમાં વરસાદ શરૂ થયો હતો. આ કારણે મેચ રદ્દ કરવી પડી હતી, અને પરિણામ ડકવર્થ-લૂઈસના નિયમથી આવ્યુ હતુ,
IND vs IRE 2nd T20 Match: આજે 20 ઓગસ્ટ, રવિવારે સાંજે ભારત અને આયરલેન્ડ વચ્ચે ટી20 સીરીઝની બીજી ટી20 મેચ રમાશે. ભારતીય ટીમ પ્રથમ ટી20 2 રન ડકવર્થ લૂઇસના નિયમથી જીતી લીધી હતી, આજે ફરી એકવાર ડબલિનમાં મુકાબલો થશે. ભારતીય ટીમ અત્યારે ત્રણ મેચોની ટી20 સીરીઝમાં 1-0થી આગળ છે. આ બધાની વચ્ચે ખાસ વાત છે કે, પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી હવે લેટેસ્ટ રિપોર્ટ્ છે કે આજની બીજી ટી20 પણ વરસાદમાં ધોવાઇ જઇ શકે છે. જાણો શું છે આજનું હવામાન....
મેચમાં વરસાદ પડશે કે નહીં ?
ભારત-આયરલેન્ડ સીરીઝની પ્રથમ મેચની બીજી ઇનિંગમાં વરસાદ શરૂ થયો હતો. આ કારણે મેચ રદ્દ કરવી પડી હતી, અને પરિણામ ડકવર્થ-લૂઈસના નિયમથી આવ્યુ હતુ, હવે આજે રવિવારે પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિવસની શરૂઆતમાં આકાશ ચોખ્ખુ અને સ્વચ્છ રહેશે, પરંતુ બપોરે 12 વાગ્યા પછી હળવો વરસાદ પડી શકે છે. જો આપણે ડબલિનના તાપમાનની વાત કરીએ તો અહીં 16 ડિગ્રી સેલ્સિયસથી 22 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહી શકે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ ટી20 મેચમાં આયરલેન્ડ 7 વિકેટો ગુમાવીને 139 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 2 વિકેટો ગુમાવીને 47 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે ડકવર્થ લૂઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ હિસાબે ટીમ ઈન્ડિયા 2 રન આગળ હતી. જેથી તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને રવિ બિશ્નોઈએ 2-2 વિકેટો ઝડપી હતી, જ્યારે અર્શદીપ સિંહને એક સફળતા મળી હતી.
બીજી ટી20માં સંભવિત ખેલાડીઓ -
ભારતીય ટીમ- ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જાયસ્વાલ, તિલક વર્મા, સંજૂ સેમસન (વિકેટકીપર), રિન્કુ સિંહ, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, પ્રસિદ્ધ કૃષ્ણા, રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), અર્શદીપ સિંહ/અવેશ ખાન.
આયરલેન્ડ ટીમ- પૉલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્પર, જ્યૉર્જ ડૉકરેલ, માર્ક એડેર, બેરી મેકકાર્થી, ક્રેગ યંગ, જોશુઆ લિટલ, બેન્જામિન વ્હાઇટ.
ભારત-આયર્લેન્ડ T20 શ્રેણીનું શેડ્યૂલ
18 ઓગસ્ટ - પ્રથમ T20 (ડબલિન), ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે
20 ઓગસ્ટ - બીજી T20 (ડબલિન), ભારતીય સમય અનુસાર સાંજે 7:30 કલાકે
23 ઓગસ્ટ - ત્રીજી T20 (ડબલિન), ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે.
From emotions of an India call-up to the first flight ✈️ & Training session with #TeamIndia 😃
— BCCI (@BCCI) August 17, 2023
𝗪𝗵𝗲𝗻 𝗱𝗿𝗲𝗮𝗺𝘀 𝘁𝗮𝗸𝗲 𝗳𝗹𝗶𝗴𝗵𝘁 ft. @rinkusingh235 & @jiteshsharma_ 👌👌 - By @RajalArora
Full Interview 🎥🔽 #IREvINDhttps://t.co/m4VsRCAwLk pic.twitter.com/ukLnAOFBWO