IND VS IRELAND: આ મહિને ભારતીય ટીમ ત્રણ ટી-20 મેચ રમવા જશે આયરલેન્ડ, જાણો મેચ શિડ્યૂલ
ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવા માટે આયરલેન્ડ જશે
IND VS IRELAND: ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમવા માટે આયરલેન્ડ જશે. આયરલેન્ડના ક્રિકેટ પ્રેમીઓ ભારતના પ્રવાસને લઈને ખૂબ જ ખુશ છે. બંન્ને દેશો વચ્ચે ત્રણ T20 મેચ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં યોજાશે. આ માહિતી ચીફ એક્ઝિક્યુટિવ વોરેન ડ્યુટ્રોમે આપી હતી.
Team India to play three T20Is against Ireland in August
— ANI Digital (@ani_digital) June 27, 2023
Read @ANI Story | https://t.co/HJbBTWkLia#INDvsIRE #TeamIndia #cricket #BCCI #CricketIreland pic.twitter.com/bqKWjHgEhJ
નોંધનીય છે કે ભારત આ પહેલા પણ આયરલેન્ડના પ્રવાસે જઇ ચૂકી છે. અગાઉ ભારતે બે ટી20 મેચ રમી હતી. ભારતે લગભગ એક વર્ષ પહેલા આયરલેન્ડમાં બે ટી20 મેચ રમી હતી. ભારતના આયરલેન્ડ પ્રવાસ અંગે આયરલેન્ડ ક્રિકેટ ટીમના અધિકારીએ કહ્યું કે મને ખુશી છે કે હું બીજી વખત ભારતનું સ્વાગત કરી રહ્યો છું. ભારત આ વર્ષે આયરલેન્ડમાં પ્રથમ T20 મેચ 18મી ઓગસ્ટે અને બીજી 20મી ઓગસ્ટે અને ત્રીજી મેચ 23મીએ રમશે.
Who’s ready for a Malahide party❓
— ICC (@ICC) June 27, 2023
Ireland will host India for a three-match T20I series in August.
📝 #IREvIND Fixture Details ⬇️ https://t.co/FYu5zor5ip
ગયા વર્ષે પણ ભારતે મુલાકાત લીધી હતી
આયરલેન્ડ ટીમના અધિકારીએ કહ્યું કે ક્રિકેટ ચાહકોને વધુ આનંદ આપવા માટે આ એક યાદગાર અવસર હશે. કારણ કે ભારતીય ટીમ ટોપ રેન્કિંગ ટીમ છે. ભારતે ગયા વર્ષે બે ટી-20 મેચમાં આયરલેન્ડને 2-0થી હરાવ્યું હતું. જો કે ભારત અને આયરલેન્ડ વચ્ચેની મેચમાં આયરલેન્ડના ક્રિકેટ ચાહકોએ ઘણો આનંદ ઉઠાવ્યો હતો.
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જઈ રહી છે, જેમાં તે બે ટેસ્ટ, ત્રણ વનડે સહિત પાંચ ટી-20 મેચ રમશે. ત્યાર બાદ ભારત ઓક્ટોબરથી શરૂ થતા વન-ડે વર્લ્ડ કપનું આયોજન કરશે. આ વખતે વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો રમશે. 8 ટીમો પહેલાથી જ નક્કી કરવામાં આવી છે અને બાકીની બે ટીમો વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાંથી પસંદ કરવામાં આવશે. જેમાં વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા પણ સામેલ છે.
વન-ડે વર્લ્ડકપ 2023માં ભારત કુલ 9 મેચ રમશે
ICC ODI વર્લ્ડ કપ આ વર્ષે ભારત દ્વારા યોજવામાં આવશે, જેનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન યોજાશે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે, જ્યારે આખો વર્લ્ડ કપ ભારતમાં રમાશે. અગાઉ, ભારતે સંયુક્ત રીતે 1987, 1996 અને 2011 ODI ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. મંગળવારે મુંબઈમાં 13મા ODI વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું હતું.