IND vs NZ 1st Test: ભારત સામેની મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ફટકો, આ અનુભવી ખેલાડી બેંગલુરુ ટેસ્ટમાં નહીં રમે
Kane Williamson IND vs NZ: ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસન બેંગલુરુ ટેસ્ટ મેચમાં નહીં રમે. તે ઈજાના કારણે આ મેચમાંથી બહાર છે.
Kane Williamson IND vs NZ: ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુ ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ રમાશે. પરંતુ વરસાદના કારણે મેચમાં વિલંબ થઈ રહ્યો છે. આ મેચ પહેલા ન્યુઝીલેન્ડને જોરદાર ફટકો પડ્યો છે. ટીમનો અનુભવી ખેલાડી કેન વિલિયમસન આ મેચમાં નહીં રમે. વિલિયમસન ઈજાગ્રસ્ત છે. તેમના સ્થાને વિલ યંગને તક આપવામાં આવી છે. યંગને પ્લેઇંગ ઇલેવનમાં પણ સ્થાન મળી શકે છે. વિલિયમસન અનુભવી ખેલાડી છે. તેને ભારતમાં રમવાનો ઘણો અનુભવ છે.
વિલિયમસન શ્રીલંકા સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે રિહેબમાં હતો. એવી અપેક્ષા હતી કે તે ટૂંક સમયમાં પુનરાગમન કરશે. પરંતુ આ થઈ શક્યું નહીં. જો કે તેમ છતાં ન્યુઝીલેન્ડે ટેસ્ટ સીરીઝ માટે વિલિયમસનનું નામ ટીમમાં સામેલ કર્યું છે. તેનું નામ બીજા અને ત્રીજા ટેસ્ટ માટે આપવામાં આવ્યું છે. પરંતુ હાલમાં તેમના પરત આવવા અંગે કોઈ સત્તાવાર અપડેટ પ્રાપ્ત થઈ નથી.
વિલિયમસનનો ટેસ્ટ રેકોર્ડ મજબૂત રહ્યો છે -
વિલિયમસન અનુભવી ખેલાડી છે. તેનો અત્યાર સુધીનો ટેસ્ટ રેકોર્ડ શાનદાર રહ્યો છે. વિલિયમસને 102 ટેસ્ટ મેચમાં 8881 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 32 સદી અને 35 અડધી સદી ફટકારી છે. વિલિયમસનનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર 251 રન રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે તેણે બોલિંગમાં પણ શ્રેષ્ઠતા બતાવી છે. વિલિયમસને અત્યાર સુધી 67 ટેસ્ટ ઇનિંગ્સમાં બોલિંગ કરી છે. આ દરમિયાન 30 વિકેટ લીધી હતી.
આ છે ભારત-ન્યૂઝીલેન્ડનું સંપૂર્ણ શેડ્યૂલ -
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાવાની છે. તેની પ્રથમ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાશે. આ પછી બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે. શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈમાં રમાશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ આજે એટલે કે બુધવારથી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની છે. ભારતે હજુ આઠ ટેસ્ટ રમવાની છે અને તેમાંથી પાંચમાં વિજય મેળવવો પડશે, તો જ ટીમ ડબલ્યુટીસી ફાઇનલમાં ક્વૉલિફાય કરી શકશે. કીવી ટીમ કેન વિલિયમ્સન વિના રહેશે.
આ પણ વાંચો : IND vs NZ Test: ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં વિઘ્ન, વરસાદના કારણે મોડો થશે ટૉસ, કવરથી ઢાંકવું પડ્યુ મેદાન