IND vs NZ 1st Test, Day 3 Stumps: ભારત 63 રન આગળ, 9 વિકેટ હાથમાં
IND vs NZ, 1st Test, Green Park: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. બીજા દિવસના અંતે ન્યૂઝીલેન્ડ ભારતથી 216 પાછળ હતું અને તમામ વિકેટ હાથમાં હતી.
Background
IND vs NZ 1st Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવારથી બે ટેસ્ટ મેચની સીરિઝનો પ્રારંભ થયો છે. કાનપુરમાં રમાઈ રહેલી પ્રથમ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. પ્રથમ દિવસના અંતે ભારતે 4 વિકેટના નુકસાન પર 258 રન બનાવ્યા હતા.
ત્રણ સ્પિનર્સ સાથે ઉતર્યું ભારત
ભારત મેચમાં ત્રણ સ્પીનર્સ સાથે ઉતર્યું છે. ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ
ન્યૂઝીલેન્ડની ટીમ આ પ્રમાણે છે
ટોમ લાથમ, વિલ યંગ, કેન વિલિયમસન, રોસ ટેલર, હેન્રી નિકોલસ, ટોમ બ્લન્ડેલ, રચિન રવિન્દ્ર, ટીમ સાઉથી. એઝાઝ પટેલ, કાયલી જેમિસન, વિલિયમ સોમેરવિલે
ન્યૂઝીલેન્ડ 296 રનમાં ઓલઆઉટ
અક્ષર પટેલે 5મી વિકેટ લીધી
ન્યૂઝીલેન્ડનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 270 રન છે. અક્ષર પટેલે ટીમ સાઉથીને બોલ્ડ કરવાની સાથે જ 5મી વિકેટ લીધી હતી. ન્યૂઝીલેન્ડ હજુ ભારતથી 75 રન પાછળ છે.




















