ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ, આ ગુજરાતી ક્રિકેટરે કર્યું ડેબ્યૂ
આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બન્ને ટીમોની ખાસિયત તેમના કેપ્ટનો છે, કેમ કે બન્ને ટીમમાં જુના કેપ્ટનો નથી રહ્યાં, ન્યૂઝીલેન્ડની કમાન ટિમ સાઉથીના હાથમાં છે તો ભારતની કમાન રોહિત શર્માના હાથમાં છે. પરંતુ આ બધાની વચ્ચે એક રિપોર્ટ મળી રહ્યાં છે કે ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં કેટલાક નવા ખેલાડીઓને મોકો આપવામાના મૂડમાં છે. બીજી ટી20 મેચમાં હર્ષલ પટેલે ડેબ્યુ કર્યું છે. આ મેચમાં ગુજરાતના હર્ષલ પટેલને ડેબ્યૂ કરવાની તક મળી છે. વળી કીવી ટીમની પ્લેઇંગ-11માં 3 ફેરફાર થયા છે. જેમ્સ નીશમ, એડમ મિલ્ને અને ઈશ સોઢીને ટીમમાં તક મળી છે.
હર્ષલ પટેલનુ ડેબ્યૂ
હર્ષલ પટેલ આઇપીએલમાં વિરાટ કોહલીની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે અને તે ફાસ્ટ બૉલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકે છે. ગત સિઝન તેના માટે ખુબ સારી રહી, હર્ષલ પટેલ આરસીબી તરફથી રમતા 15 મેચમાં 32 વિકેટ ઝડપીને આખી ટૂર્નામેન્ટમાં તરખાટ મચાવી દીધો હતો. IPL 2021માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનીને ઉભર્યો હતો. હર્ષલ પટેલની રમત જોઇને આજે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી20માં રોહિત શર્મા તેના પર દાંવ લગાવ્યો છે. હર્ષલ પટેલ ગુજરાતી ક્રિકેટર છે, હર્ષલ મૂળ ગુજરાતના સાણંદનો રહેવાસી છે, અને રાષ્ટ્રીય ટીમમાં હરિયાણા તરફથી રમી રહ્યો છે.
વેંકટેશ અય્યર ડેબ્યૂ
દ્રવિડ વેંકટેશ અય્યરને ન્યૂઝીલેન્ડ સામે તક આપવા મકક્મ છે. આ બંને ખેલાડીઓએ IPL 2021માં શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોને પ્રભાવિત કર્યા છે. IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા વેંકટેશ અય્યરે 10 મેચમાં 370 રન બનાવ્યા અને 3 વિકેટ લીધી. તેણે ઘણી મેચોમાં ટીમને જીત અપાવી હતી.
ઈન્ડિયન ટીમ 1-0થી આ ત્રણ મેચની સિરીઝમાં ઘણી આગળ છે, તેવામાં આજની મેચ રોહિત શર્મા જીતીને 2-0ની અજેય લીડ મેળવવા મેદાનમાં ઉતરશે. તેવામાં બીજી બાજું ન્યૂઝીલેન્ડ માટે આ મેચ કરો અથવા મરોના જંગ સમાન રહેશે. જયપુરમાં રમાયેલી પહેલી T-20 મેચમાં ભારતે છેલ્લી ઓવરના 2 બોલ પહેલા 5 વિકેટથી મેચ જીતી લીધી હતી.