IND vs NZ 3rd ODI Live: બીજી મેચ વરસાદને કારણે રદ, ન્યૂઝીલેન્ડે વનડે શ્રેણી 1-0થી જીતી
ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાનમાં વનડેમાં સર્વશ્રેષ્ઠ રેકોર્ડ ન્યુઝીલેન્ડના નામે છે. કિવી ટીમે અહીં અત્યાર સુધી 11 વનડે રમી છે જેમાં 10માં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
LIVE
Background
વરસાદના કારણે મેચ રદ્દ, ભારત સિરીઝ હારી ગયું
કેપ્ટન શિખર ધવનના નેતૃત્વમાં ન્યુઝીલેન્ડ પહોંચેલી ટીમ ઈન્ડિયાને વનડે સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રેણીની બીજી અને ત્રીજી વનડે વરસાદને કારણે પ્રભાવિત થઈ હતી, આવી સ્થિતિમાં ન્યૂઝીલેન્ડ 0-1થી શ્રેણી જીતવામાં સફળ રહ્યું હતું. ત્રીજી વનડેમાં ભારતની બેટિંગ ફ્લોપ સાબિત થઈ અને ન્યુઝીલેન્ડ જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. વરસાદ પડ્યા બાદ લગભગ એક કલાક સુધી રાહ જોઈ, પરંતુ વરસાદ બંધ ન થયો અને આખરે મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ડકવર્થ લુઈસ નિયમ લાગુ પડતો ન હતો કારણ કે તેમાં 20 ઓવર હોવી જરૂરી હતી, પરંતુ ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં માત્ર 18 ઓવરની હતી.
વરસાદના કારણે મેચ રોકાઈ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ODI વરસાદને કારણે પ્રભાવિત થઈ છે. ન્યુઝીલેન્ડનો દાવ માત્ર 18 ઓવર પૂર્ણ થયો છે અને ટીમનો સ્કોર 104/1 છે. આ દરમિયાન વરસાદના કારણે મેચ રોકી દેવામાં આવી છે. ન્યુઝીલેન્ડને જીતવા માટે હજુ 116 રનની જરૂર છે.
ઉમરાન મલિકે પ્રથમ સફળતા અપાવી
ફાસ્ટ બોલર ઉમરાન મલિકે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી, ઉમરાને 57ના સ્કોર પર ફિન એલનને આઉટ કર્યો. ન્યૂઝીલેન્ડનો સ્કોર 97/1 થઈ ગયો છે અને હવે જીત વધુ દૂર નથી. જો ભારતે મેચમાં વાપસી કરવી હોય તો વારંવાર અંતરે વિકેટ લેવી પડશે.
Breakthrough for #TeamIndia! 👏 👏@umran_malik_01 strikes as @surya_14kumar takes a fine catch 👌 👌
— BCCI (@BCCI) November 30, 2022
New Zealand lose Finn Allen.
Follow the match 👉 https://t.co/NGs0HnQVMX #NZvIND
📸 Courtesy: Photosport NZ pic.twitter.com/0PjbZWNaou
ટીમ ઈન્ડિયાના હાથમાંથી સરકી રહી છે મેચ?
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની હાલત હવે ખરાબ થઈ રહી છે. ન્યૂઝીલેન્ડે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 70 રનનો સ્કોર પાર કરી લીધો છે અને હવે લક્ષ્યાંક ઓછો થઈ રહ્યો છે. હવે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 150થી ઓછા રનની જરૂર છે.
ન્યુઝીલેન્ડને જીતવા માટે 200થી ઓછા રનની જરૂર
ન્યૂઝીલેન્ડ માટે ઓપનરોએ શાનદાર શરૂઆત કરી છે. ફિન એલન અને ડેવોન કોનવેએ પ્રથમ 6 ઓવરમાં 24 રન ઉમેર્યા છે અને ટીમ ઈન્ડિયા હજુ પણ વિકેટની શોધમાં છે. ન્યુઝીલેન્ડને જીતવા માટે 200થી ઓછા રનની જરૂર છે.