(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો આઠ વિકેટે વિજય, સીરિઝ પણ જીતી
ટીમ ઈન્ડિયાએ રાયપુર વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે
IND vs NZ 2nd ODI: ટીમ ઈન્ડિયાએ રાયપુર વન-ડેમાં ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું છે. આ રીતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે સીરિઝ પર કબ્જો કરી લીધો છે. બીજી વનડેમાં ભારતીય ટીમને જીતવા માટે 109 રન બનાવવાના હતા. ટીમ ઈન્ડિયાએ માત્ર 20.1 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. આ સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ પણ બનાવી લીધી છે.
.@ShubmanGill finishes things off in style! #TeamIndia complete a comprehensive 8️⃣-wicket victory in Raipur and clinch the #INDvNZ ODI series 2️⃣-0️⃣ with more game to go 🙌🏻
— BCCI (@BCCI) January 21, 2023
Scorecard ▶️ https://t.co/tdhWDoSwrZ @mastercardindia pic.twitter.com/QXY20LWlyw
રોહિત શર્માની અડધી સદી
ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન રોહિત શર્માએ 51 રનની ઈનિંગ રમી હતી. ભારતીય કેપ્ટને 50 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સિવાય શુભમન ગિલે અણનમ 40 રન બનાવ્યા હતા જ્યારે ઈશાન કિશને અણનમ 08 રન બનાવ્યા હતા. શુભમન ગિલે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વિરાટ કોહલી 11 રન બનાવી આઉટ થયો હતો.
આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 34.3 ઓવરમાં માત્ર 108 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને મેચ અને શ્રેણી જીતવા માટે 109 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય બોલરોની સામે ન્યૂઝીલેન્ડના 8 બેટ્સમેન ડબલ આંકડો પાર કરી શક્યા ન હતા. ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 36 રન બનાવ્યા હતા. આ સિવાય છેલ્લી મેચના હીરો માઈકલ બ્રેસવેલે 22 રન બનાવ્યા હતા જ્યારે મિચેલ સેન્ટનેરે 27 રન કર્યા હતા.
Bowlers inspire India's ODI series win against New Zealand in Raipur 💪#INDvNZ | 📝 Scorecard: https://t.co/laPYXU43A1 pic.twitter.com/rmIYa6r0NM
— ICC (@ICC) January 21, 2023
મોહમ્મદ શમી સૌથી સફળ બોલર હતો. મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સિવાય હાર્દિક પંડ્યા અને વોશિંગ્ટન સુંદરને 2-2 સફળતા મળી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી. જો કે આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીતી લીધી. બંને ટીમો વચ્ચે શ્રેણીની છેલ્લી મેચ 24 જાન્યુઆરીએ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા છેલ્લી વનડે જીતીને ન્યૂઝીલેન્ડની ટીમની ધૂળ સાફ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.