IND vs NZ : ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં આવી હોઈ શકે છે ભારતીય ટીમ, આ નવા ખેલાડીઓને મળી શકે છે મોકો
India Vs New Zealand: T20 World Cupમાં ભારતીય ટીમના અભિયાનનો અંત આવી ગયો છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા સામે જીત મેળવી હતી.
Ind vs Nz: T20 World Cupમાં ભારતીય ટીમના અભિયાનનો અંત આવી ગયો છે. પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી મોટી ટીમો સામે હાર બાદ અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામીબિયા જેવી નબળી ટીમો સામે જીત મેળવી હતી. કોહલીની આ કેપ્ટન તરીકેની છેલ્લી ટી20 મેચ હતી. આ ઉપરાંત કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. હવે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ટી-20 સીરિઝ અને ટેસ્ટ મેચ રમશે.
દ્રવિડના કોચિંગમાં પ્રથમ સીરિઝ
ભારતીય ટીમના નવા કોચ તરીકે રાહુલ દ્રવિડના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝથી જ તે કાર્યભાર સંભાળશે. 17 નવેમ્બરથી આ સીરિઝ શરૂ થઈ રહી છે. ન્યૂઝીલેન્ડ સામે ભારતની કેપ્ટનશિપ કોણ કરશે તેની જાહેરાત બીસીસીઆઈ ટૂંક સમયમાં કરશે.
નવા ચહેરાઓને મળશે તક
રિપોર્ટ પ્રમાણે ન્યૂઝીલેન્ડ સામે ટી20 સીરિઝ માટે સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે અને કેટલાક નવા ચહેરાને ટીમમાં સામેલ કરવામાં આવશે. દ્રવિડના કોચિંગમાં ભારતીય ટીમમાં નવા ખેલાડીઓનું આગમન થશે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝમાં ઋતુરાજ ગાયકવાડ, વેંકટેશ ઐય્યર, હર્ષલ પટેલ, આવેશ ખાન, રવિ બિશ્નોઈ જેવા ખેલાડીઓને સામેલ કરવામાં આવી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામે આવી હોઈ શકે છે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), પૃથ્વી શૉ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, સંજુ સેમસન, શ્રેયસ ઐય્યર, વેંકટેશ ઐય્યર, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક, દીપક ચાહર, યુઝવેંદ્ર ચહલ, રાહુલ ચાહર
ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ
- પ્રથમ ટી20, 17 નવેમ્બર, જયપુર
- બીજી ટી20, 19 નવેમ્બર, રાંચી
- ત્રીજી ટી20, 21 નવેમ્બર, કોલકાતા
- પ્રથમ ટેસ્ટ, 25-29 નવેમ્બર, કાનપુર
- બીજી ટેસ્ટ, 3-7 ડિસેમ્બર, મુંબઈ