ભાભીએ સગીર નણંદને ફ્રેન્ડ સાથે મોકલી હોટલમાં, 2000 રૂપિયા આપીને યુવકે સગીરા સાથે માણ્યું શરીર સુખ ને પછી.....
સગી ભાભીએ સગીર નણંદને ફ્રેન્ડ શરીર સુખ માણવા મોકલી હતી. ભાભીએ સગીર નણંદનો માત્ર બે હજાર રૂપિયામાં સોદો કર્યો હતો.
અમદાવાદઃ ઘોર કળિયુગની પ્રતીતી થતી હોય તેમ એક પછી એક આંચકાજનક ઘટના સમાજમાં બની રહી છે. અમદાવાદમાં સંબંધોને લાંછન લગાડતી ઘટના બની છે. જેમાં સગી ભાભીએ સગીર નણંદને ફ્રેન્ડ શરીર સુખ માણવા મોકલી હતી. ભાભીએ સગીર નણંદનો માત્ર બે હજાર રૂપિયામાં સોદો કર્યો હતો. સમગ્ર મામલો સામ આવતાં સગીરાના પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
કઈ જગ્યાએ બની આ ઘટના
પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, વટવા વિસ્તારમાં સગીર યુવતીને તેની જ ભાભીએ દેહવિક્રિયમાં મોકલી દીધી હતી. સગીરા તેના ભાભી સાથે રહેવા ગઈ હતી. જે બાદ ભાભીએ પોતાના મિત્રને બોલાવી તેની સાથે મોકલી હતી.ત્યારપછી દરરોજ સગીરાને ભાભીના કહેવાથી તેના મિત્ર હોટલમાં લઈ જતો હતો. બે હજાર રૂપિયા લઈને તેનો સોદો કરવામાં આવ્યો હતો.
ભાભીને રૂપિયામાં હતો રસ
યુવકે સગીરાના હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને બાદમાં સગીરા ઘરે આવતાં ભાભી બીજા યુવકને ઘરે લઈ ગઈ હતી. જ્યાં યુવક પાસેથી ભાભીએ બે હજાર લઈને અન્ય રૂમમાં સગીરાને મોકલી આપી હતી. જ્યાં પણ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.
સગીરાએ પરિવારને વાત કરીને....
ઘટના બાદ સગીરાએ પોતાના પરિવારને વાત કરતાં તેમના પગ નીચથી જમીન સરકી ગઈ હતી અને પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી. હાલ સગીરાની ભાભી ફરાર છે. પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સાવરકુંડલામાં પ્રેમિકાના મંગેતરને ઉતારાયો મોતને ઘાટ
દિવાળીના દિવસે ધજડીના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. જ્યારે યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે જયંતીભાઇ પોપટભાઇ સીતાપરા (ઉ.વ. ૪૬)એ અજાણયા ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ ૦૪/૧૧/૨૧ ના આશરે કલાક ૧૦.૩૦ થી કલાક ૪.૦૦ વાગ્યા દરમિયાન પીઠવડી ગામથી વંડા ગામ તરફ જતા કાચા રસ્તા ઉપર દિકરો મનીષભાઇ જયંતીભાઇ સીતાપરા (ઉ.વ. ૨૫) બેલા ગામેથી ધજડી ગામે પોતાના ઘરે આવતો હતો તે વખતે પીઠવડી ગામ પાસે પહોચતા કોઇ અજાણયો માણસે તીક્ષ્ણ હથિયારથી છાતીના ભાગે તેમજ પડખાના ભાગે જીવલેણ ઘા મારી ખૂન કર્યુ હતું. અમરેલી એલ.સી.બી, એસ.ઓ.જી, પેરોલ ફર્લો સ્કોડ, તથા સાવરકુંડલા રૂરલ પોલીસની અલગ-અલગ ટીમો બનાવી અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરી હતી.