Ind vs PAK Women's T20 WC: આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, આ ખેલાડીઓ પર રહેશે નજર
ICC મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થઇ રહ્યું છે.
ICC મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થઇ રહ્યું છે. ટીમ ઈન્ડિયા આવતીકાલે આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી કરશે. બંને ટીમો વચ્ચેની આ મેચ 12 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યાથી રમાશે.
Just 1️⃣ Day away from India's first clash of the #T20WorldCup! ⏳
— BCCI Women (@BCCIWomen) February 11, 2023
Go well, #TeamIndia 🇮🇳 👍
Drop a message in the comments below and wish the Women in Blue! 👏 👏 pic.twitter.com/LTaZ2DfF12
ટુર્નામેન્ટ પહેલા ભારતીય ટીમે ત્રણ દેશોની ત્રિકોણીય શ્રેણી ઉપરાંત બે પ્રેક્ટિસ મેચ રમી હતી. સૌથી પહેલા ભારતને ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઈન્ડિયા 130 રનના લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરી શકી ન હતી. જો કે, બીજી વોર્મ-અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને 52 રને હરાવીને આત્મવિશ્વાસ વધાર્યો હતો.
પાકિસ્તાન સામેની મેચમાં ઓપનર શેફાલી વર્મા પર મોટી જવાબદારી રહેશે. શેફાલી આઈસીસી રેન્કિંગમાં આઠમા ક્રમે છે અને તે શાનદાર ફોર્મમાં પણ છે. શેફાલીએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાની ધરતી પર રમાયેલા મહિલા અંડર-19 વર્લ્ડ કપમાં શાનદાર રમત બતાવી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સ પાસેથી પણ પાકિસ્તાન સામેની મેચમાં જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવશે. ટીમ ઈન્ડિયાની સૌથી મહત્વની કડી ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા છે, જેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન શાનદાર રહ્યું છે.
ચાહકોની નજર પણ રેણુકા-શિખા પર હશે
ફાસ્ટ બોલર શિખા પાંડેની લાંબા સમય બાદ ટીમમાં વાપસી થઈ છે અને તે પાકિસ્તાન સામે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચાહકોની નજર ફાસ્ટ બોલર રેણુકા સિંહ અને સ્પિનર જેશ્વરી ગાયકવાડ પર પણ હશે, જેમનું તાજેતરનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. જો કે મેચ પહેલા જ ભારતને આંચકો લાગ્યો છે. વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના આંગળીની ઈજાને કારણે આ મેચમાં રમી શકશે નહીં.
ભારત-પાક હેડ ટુ હેટ
મહિલા ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 10 મેચ જીતી છે. જ્યારે પાકિસ્તાન માત્ર ત્રણ મેચ જીત્યું છે. આવી સ્થિતિમાં આ મેચમાં પણ ભારતની જીતની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે.
પિચ રિપોર્ટ
ન્યૂલેન્ડ્સની પિચ બેટ્સમેનો માટે સારી હોવાની અપેક્ષા છે. અહીં હાઈ-સ્કોરિંગ મેચની અપેક્ષા રાખી શકાય નહીં કારણ કે જેમ જેમ રમત આગળ વધે છે તેમ પિચ બોલરો માટે મદદરૂપ સાબિત થવા લાગે છે. અહીં જીતની ટકાવારી પાછળથી બેટિંગ કરનાર ટીમ માટે વધુ સારી છે.
Star India batter is likely to miss Sunday's blockbuster #T20WorldCup clash against Pakistan.
— ICC (@ICC) February 11, 2023
Details 👇https://t.co/6FiPrdeV4t