IND vs SA, 2nd ODI : સાઉથ આફ્રિકા સામે બીજી વન ડેમાં ભારતની 8 વિકેટથી હાર, સીરિઝ 1-1થી બરાબર
IND vs SA 2nd ODI Updates: મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો છે.

Background
IND vs SA, 2nd ODI: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની વનડે સિરીઝની આજે બીજી મેચ રમાશે. આ મેચ સેંટ જ્યોર્જ પાર્કમાં રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર 4:30 વાગ્યે શરૂ થશે. મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો ફેંસલો કર્યો છે. પ્રથમ વનડે મેચમાં સાઉથ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યા બાદ આજે ભારતીય ટીમ સિરીઝ જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે. જો ભારતીય ટીમ બીજી મેચ પણ જીતશે તો તે સિરીઝ 2-0થી કબજે કરી લેશે. કે.એલ રાહુલ આ વનડે સિરીઝમાં કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. આ રીતે સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે વનડે સિરીઝમાં ભારતીય ટીમની આ બીજી જીત હશે.
ભારતીય ટીમે અત્યાર સુધી સાઉથ આફ્રિકાની ધરતી પર કુલ 8 દ્વિપક્ષીય વનડે સિરીઝ રમી છે. તેમાંથી એકમાં ભારતનો વિજય થયો છે. આ એકમાત્ર જીત વર્ષ 2018માં મળી હતી. હવે ભારતીય ટીમ આફ્રિકાની ધરતી પર તેની 9મી વનડે સિરીઝ રમી રહી છે. આવી સ્થિતિમાં કે.એલ રાહુલ પાસે આ સિરીઝ જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક છે.
સેંટ જ્યોર્જની પિચની તો અહિયાં બોલાર્સને વધુ મદદ મળે છે. આ મેદાન પર પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર 233 છે જયારે બીજી ઇનિંગનો સરેરાશ સ્કોર 200 છે. આ પિચ પર પહેલા ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે જે T20 મેચ રમાઈ હતી તેમાં ભારતીય બેટ્સમેનોને બેટિંગ દરમિયાન થોડી મુશ્કેલી થઇ હતી. આ મેદાન પર અત્યાર સુધી 42 વનડે મેચ રમાઈ છે.
સીરિઝ 1-1થી બરાબર
બીજી વન ડે જીતવા ભારતે આપેલા 212 રનના ટાર્ગેટને સાઉથ આફ્રિકાએ 2 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. ઓપનર ટોનીએ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી. તે 119 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તેણે હેન્ડ્રીક્સ (52 રન) સાથે પ્રથમ વિકેટ માટે 131 રનની પાર્ટનરશિપ કરી જીતનો પાયો નાંખ્યો હતો. વાન ડેર ડુસેને 36 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહ અને રિંકુ સિંહને 1-1 સફળતા મળી હતી. દક્ષિણ આફ્રિકાએ મેચ જીતવાની સાથે જ સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.
ટોનીની સદી
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ટોનીએ સદી ફટકારી છે. તેની કરિયરની આ પ્રથમ સદી છે. દક્ષિણ આફ્રિકાનો સ્કોર 200 રન નજીક પહોંચી ગયો છે. ભારતના બોલરોએ આજે નિરાશ કર્યા છે.




















